તમે સાંભળવાનું ચૂકી ગયા હોવ એવાં ગીતોની મહેફિલ
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના ઉપક્રમે સાંઈ સાર્વજનિક ટ્રસ્ટ અને શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ટ્રસ્ટના સહયોગમાં 'અમે ગીતોના માણસ રે લોલ 'નામે એક સંગીતમય કાર્યક્રમનું આયોજન શુક્રવાર ૬ માર્ચ સાંજે ૫ વાગે થયું છે.

(ડાબેથી) જ્હોની શાહ, દર્શના જોશી, હિમાંશુ ઠાકર
આ કાર્યક્રમમાં ઓછા સાંભળ્યા હોય એવાં ગીતોની રજૂઆત જાણીતા ગાયક કલાકારો જ્હોની શાહ , હિમાંશુ ઠાકર અને દર્શના જોશી કરશે.
કવિ સંજય પંડ્યા
આ કાર્યક્રમનું સંચાલન કવિ સંજય પંડ્યા કરી રહ્યા છે અને સંકલન પ્રતિમા પંડ્યાનું છે .
શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, ગીતા હૉલ , ઓફ મથુરાદાસ રોડ ,કાંદીવલી પશ્ચિમના સરનામે ( રેલ્વે સ્ટેશનથી બે મિનિટના અંતરે) યોજાયેલા આ જાહેર કાર્યક્રમમાં બધા જ ભાવકો પહોંચી જાય એવું બંને સંસ્થા તથા અકાદમી નિમંત્રણ પાઠવે છે. વધુ માહિતી માટે ૯૩૨૦૦ ૧૬૧૦૪ પર અનંતભાઈ મહેતાનો સંપર્ક કરી શકાશે.
