દિવાળી અને દશેરા જેવા મોટા તહેવારો પહેલાં જ સામાન્ય માણસોએ મોંઘવારીનો ડામ સહન કરવો પડશે
પ્રતીકાત્મક તસવીર
દિવાળી અને દશેરા જેવા મોટા તહેવારો પહેલાં જ સામાન્ય માણસોએ મોંઘવારીનો ડામ સહન કરવો પડશે. અગ્રણી કન્ઝ્યુમર ઇલેક્ટ્રૉનિક્સ અને હોમ અપ્લાયન્સિસ ઉત્પાદક કંપનીઓ પહેલી ઑક્ટોબરથી ઍર-કન્ડિશનર (AC), ટીવી, વૉશિંગ મશીન અને રેફ્રિજરેટર જેવાં ઉત્પાદનોના ભાવમાં પાંચથી ૮ ટકા સુધીનો વધારો કરવા જઈ રહી છે. ૨૦૨૬માં ઉદ્યોગજગત દ્વારા આ ત્રીજી વખત ભાવવધારો ઝીંકવામાં આવી રહ્યો છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક અસ્થિરતાને કારણે તાંબું (કૉપર), ઍલ્યુમિનિયમ અને સ્ટીલ જેવા કાચા માલના ભાવમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. ખાસ કરીને ACમાં વપરાતા કૉપરના ભાવ એક જ વર્ષમાં ટનદીઠ ૭.૬૦ લાખ રૂપિયાથી વધીને ૧૩.૭૭ લાખ રૂપિયાને પાર કરી ગયા છે.
ADVERTISEMENT
આ પરિસ્થિતિમાં ભાવવધારો અનિવાર્ય બની ગયો હોવાનું ઉદ્યોગના નિષ્ણાતો જણાવી રહ્યા છે. જોકે જે ડીલરો અને ડિસ્ટ્રિબ્યુટરો પાસે જૂના ભાવનો સ્ટૉક પડેલો છે ત્યાં ગ્રાહકોને દિવાળી સુધી જૂના ભાવે પ્રોડક્ટ્સ મળવાની શક્યતા છે. બ્લુસ્ટાર, ગોદરેજ, પૅનસૉનિક જેવી કંપનીઓએ આ ભાવવધારા અંગે સંકેતો આપી દીધા છે.
