Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મારા ઘરે આવ્યો હોત તો કસબ જીવતો ન ગયો હોત, ગોળીએ દઈ દીધો હોત

મારા ઘરે આવ્યો હોત તો કસબ જીવતો ન ગયો હોત, ગોળીએ દઈ દીધો હોત

Published : 28 September, 2026 07:28 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અજમલ કસબ તમને મળવા મુંબઈ આવ્યો હતો એવી વાત કૌન બનેગા કરોડપતિમાં સરકારી વકીલ ઉજજ્વલ નિકમે કરી તો અમિતાભ બચ્ચને તરત જ જવાબ આપ્યો

ઉજ્જવલ નિકમે તાજેતરમાં જ કૌન બનેગા કરોડપતિ શોમાં ભાગ લીધો હતો.

ઉજ્જવલ નિકમે તાજેતરમાં જ કૌન બનેગા કરોડપતિ શોમાં ભાગ લીધો હતો.


મુંબઈમાં ૨૬/૧૧ના આતંકવાદી હુમલાના કેસમાં સરકારી વકીલ રહેલા ઉજ્જવલ નિકમે તાજેતરમાં જ કૌન બનેગા કરોડપતિ શોમાં ભાગ લીધો હતો. દરમ્યાન મુખ્ય આરોપી અજમલ કસબની તપાસ સાથે જોડાયેલા અમુક કિસ્સાઓ પણ તેમણે શોના હોસ્ટ અમિતાભ બચ્ચન સાથે શૅર કર્યા હતા. અમિતાભ બચ્ચને પણ જો પોતે આતંકવાદી અજમલ કસબને મળ્યા હોત તો તેની સાથે શું કર્યું હોત એ વિશે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

કૌન બનેગા કરોડપતિની ૧૮મી સીઝનમાં ઉજ્જવલ નિકમ સાથે અભિનેતા રાજકુમાર રાવ અને અભિનેત્રી વામિકા ગબ્બી ઉજ્જવલ નિકમના જીવન પર આધારિત ફિલ્મ ‘પ્રહાર-ધ અનટોલ્ડ સ્ટોરી’ મૂવીના પ્રમોશન માટે પહોંચ્યાં હતાં. શોમાં મુંબઈમાં પાકિસ્તાનીઓ દ્વારા થયેલા આતંકવાદી હુમલાની વાત આવી ત્યારે અમિતાભ બચ્ચને પોતાનો મત આપતાં કહ્યું હતું કે ‘અજમલ કસબને ફાંસી આપવામાં આટલાં વર્ષો કેમ લાગ્યાં?’



અમિતાભ બચ્ચનના પ્રશ્નનો જવાબ આપતી વખતે ઉજ્જવલ નિકમે કોર્ટરૂમની અંદર અજમલ કસબ સાથેની તેમની પ્રથમ મુલાકાત વિશે વાત કરી. તેમણે કહ્યું હતું કે અજમલ કસબ કોર્ટમાં પ્રવેશ્યો ત્યારે મારી સામે ઘૂરતો હતો અને હું પણ તેની સામે જોઈ રહ્યો હતો. ત્યાર બાદ ઉજ્જવલ નિકમે એવી વાત જણાવી જેનાથી સૌકોઈ સ્તબ્ધ થઈ ગયા. તેમણે યાદ કર્યું કે કસબે તેમને કહ્યું હતું કે તે અમિતાભ બચ્ચનને મળવા મુંબઈ આવ્યો હતો. આ સાંભળીને અમિતાભ બચ્ચને તરત જ પ્રતિક્રિયા આપી હતી કે ‘ના-ના સાહેબ, જો તે મારા ઘરે આવ્યો હોત તો જીવતો પાછો ન ગયો હોત. મેં તેને ત્યાં જ ગોળી મારી દીધી હોત.’


કસબે સજાથી બચવા અનેક પેંતરા વાપર્યા હતા : ઉજ્જવલ નિકમ

ઉજ્જવલ નિકમે ટ્રાયલમાં થયેલા વિલંબનું કારણ અને અજમલે સજામાંથી બચવા માટે જુઠ્ઠાણાં ચલાવ્યાં એ પણ રજૂ કર્યાં હતાં. કસબ વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા કોર્ટ સમક્ષ હાજર થયો હતો અને સુનાવણી દરમ્યાન તે કૅમેરા પર થૂંક્યો હતો. પોતે સગીર હોવાની રજૂઆત કરીને સજામાફીની વાત અને નાની છોકરી પર ગોળીબાર થતો હતો ત્યારે કસબ જે રીતે હસતો હતો એવા અનેક કિસ્સાઓ તેમણે શૅર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કસબને તેનાં કૃત્યો માટે છેલ્લે-છેલ્લે અફસોસ થયો એ જ તેના માટે સૌથી મોટી સજા હતી.


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2026 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK