ટ્રેડર્સે ઇથેરિયમનો ભાવ ૧૩,૦૦૦ ડૉલર સુધી પહોંચવાનો અંદાજ વ્યક્ત કર્યો છે અને સંસ્થાકીય રોકાણકારો આ કૉઇનમાં વિશેષ રસ લેવા લાગ્યા છે
ક્રિપ્ટોકરન્સીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટની બુધવારની તેજીમાં ઇથેરિયમની વૃદ્ધિ નોંધપાત્ર રહી હતી. બુધવારે સાંજ સુધીના ૨૪ કલાકના ગાળામાં આ ટોચની ક્રિપ્ટોકરન્સીનો ભાવ ૬.૭૪ ટકા વધીને ૪૭૧૨ ડૉલર પર પહોંચ્યો હતો. પાછલા સાત દિવસમાં ૩૧ ટકા વધેલો ઇથેરિયમ હવે એની ૪૮૭૮ ડૉલરની અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી તરફ ગતિ કરી રહ્યો છે. ટ્રેડર્સે ઇથેરિયમનો ભાવ ૧૩,૦૦૦ ડૉલર સુધી પહોંચવાનો અંદાજ વ્યક્ત કર્યો છે અને સંસ્થાકીય રોકાણકારો આ કૉઇનમાં વિશેષ રસ લેવા લાગ્યા છે. ભાવ વધવાની સાથે-સાથે બજારમાં પ્રવાહિતા પણ વધી રહી છે એ સકારાત્મક પાસું છે.
અન્ય એક અહેવાલ મુજબ ઇથેરિયમના ઈટીએફમાં પાછલા ૨.૩ અબજ ડૉલર કરતાં વધુ રકમનું રોકાણ થયું હતું, જેમાં મુખ્ય હિસ્સો સંસ્થાકીય રોકાણકારોનો હતો. એકલા ૧૨મી ઑગસ્ટના દિવસે ૫૨.૩.૯૨ મિલ્યન ડૉલરનું રોકાણ આવ્યું હતું.
ADVERTISEMENT
અહીં જણાવવું રહ્યું કે ઇથેરિયમ અને ઑલ્ટકૉઇનમાં હવે તેજીનાં મંડાણ થયાં હોવાથી બિટકૉઇન તરફથી સૌનું ધ્યાન હટ્યું હોવાનું જણાઈ રહ્યું છે.
દરમ્યાન બિટકૉઇનમાં ૧.૨૦ ટકાની વૃદ્ધિ થઈ હતી અને ભાવ ૧,૨૦,૫૮૬ ડૉલર પર પહોંચ્યો હતો. એકંદર માર્કેટનું કૅપિટલાઇઝેશન ૩.૧૧ ટકા વધારા સાથે ૪.૧૧ ટ્રિલ્યન ડૉલર સુધી પહોંચી ગયું હતું. સોલાનામાં ૧૪.૨૭ ટકા, ડોઝકૉઇનમાં ૯.૩૫ ટકા, એક્સઆરપીમાં ૪.૨૫ ટકા, બીએનબીમાં ૫.૩૭ ટકા, કાર્ડાનોમાં ૧૧.૭૨ ટકા અને ટ્રોનમાં ૩.૨૦ ટકા વધારો થયો હતો.

