Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૫,૫૫૮ ઉપર ૨૫,૬૯૫ અને નીચામાં ૨૫,૪૦૦ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૫,૫૫૮ ઉપર ૨૫,૬૯૫ અને નીચામાં ૨૫,૪૦૦ મહત્ત્વની સપાટીઓ

Published : 07 July, 2025 08:23 AM | IST | Mumbai
Ashok Trivedi

નકારાત્મક કારણોને લીધે બજારમાં શૉર્ટ સેલ થાય છે. નકારાત્મક કારણો દૂર થતાં વેચાણકાપણીના ઉછાળા જોવા મળે છે

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૫,૪૧૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૬૩૮.૫૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૫,૫૪૦.૧૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૬૨૬.૦૧ પૉઇન્ટના નેટ ઘટાડે ૮૩,૪૩૨.૮૯ બંધ રહ્યો. ઉપરમાં ૮૩,૪૭૭ ઉપર ૮૩,૭૦૫, ૮૩,૯૩૫, ૮૪,૧૦૦ કુદાવે તો ૮૪,૧૬૦, ૮૪,૬૦૦, ૮૪,૭૭૫, ૮૫,૦૭૦, ૮૫,૫૨૦, ૮૫,૯૭૮ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૮૩,૦૦૦ નીચે નબળાઈ સમજવી. ૮૩,૦૦૦ નીચે ૮૨,૮૦૦, ૮૨,૩૪૦, ૮૧,૮૮૫, ૮૧,૪૩૦ સુધીની શક્યતા જોવા મળશે. નકારાત્મક કારણોને લીધે બજારમાં શૉર્ટ સેલ થાય છે. નકારાત્મક કારણો દૂર થતાં વેચાણકાપણીના ઉછાળા જોવા મળે છે એ પછી ફૉલોઅપના અભાવે પાછું બજાર ઘટે છે. હાલ આવું જોવાઈ રહ્યું છે.


નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (ફ્લૅગ અને પીનન્ટ એવી પરિસ્થિતિમાં જોવા મળે છે, જ્યારે બજાર ખૂબ જ મોટા પ્રમાણમાં વધી અથવા તો ઘટી ગયું હોય. આવા સમયે માર્કેટ થોડો થાક ખાવા અટકે છે અને પછી એ જ દિશામાં વધવા અથવા ઘટવાનું ચાલુ રહે છે. ફ્લૅગ અને પીનન્ટ કન્ટિન્યુએશન પૅટર્નોમાં સૌથી વિશ્વાસપાત્ર પૅટર્ન ગણી શકાય. બન્ને પૅટર્ન રિવર્સલ પૅટર્ન તરીકે ભાગ્યે જ જોવા મળે છે. બન્ને પૅટર્ન દૈનિક ચાર્ટ પર અવારનવાર જોવા મળે છે.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૫,૪૦૦.૬૭ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



ઓરોબિન્દો ફાર્મા (૧૧૯૧.૩૦) : ૧૦૭૮.૫૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ  પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૯૮ ઉપર ૧૨૦૫, ૧૨૧૬ કુદાવે તો ૧૨૨૬, ૧૨૪૮, ૧૨૭૦, ૧૨૯૧ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૧૮૩, ૧૧૬૧, ૧૧૫૨ સપોર્ટ ગણાય.


હિન્દુસ્તાન યુનિલીવર (૨૩૩૯.૩૦):  ઘટતી બજારે સંકટ સમયની સાંકળ જેવો આ શૅર ૨૨૫૮.૭૦નાં બૉટમથી ધીમો સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક  તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩૪૧ ઉપર ૨૩૫૯ અને ૨૩૬૭ કુદાવે તો ૨૩૮૪, ૨૪૦૧, ૨૪૩૦, ૨૪૬૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૩૧૫ નીચે ૨૩૦૫ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૭,૨૯૩.૮૦): ૫૫,૩૫૦.૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૭,૩૪૦ ઉપર ૫૭,૪૫૫, ૫૭,૮૫૦ કુદાવે તો ૫૮,૧૦૦, ૫૮,૫૩૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૭,૦૦૦ નીચે નબળાઈ સમજવી. ૫૭,૦૦૦ નીચે ૫૬,૮૦૦, ૫૬,૩૭૦, ૫૫,૯૩૦ સુધીની શક્યતા જોવા મળશે.


નિફ્ટી ફ્યુચર (૨૫,૫૪૦.૧૦)

૨૪,૫૭૫.૩૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫,૫૫૮ ઉપર ૨૫,૬૯૫, ૨૫,૭૯૩ કુદાવે તો  ૨૫,૮૪૦, ૨૬,૦૦૦, ૨૬,૧૨૦, ૨૬,૨૬૦, ૨૬,૪૦૩ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૫,૪૦૦ નીચે નબળાઈ સમજવી. ૨૫,૪૦૦ નીચે ૨૫,૨૬૦, ૨૫,૧૨૦, ૨૪,૯૮૦, ૨૪,૮૪૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

બ્લુ સ્ટાર (૧૮૪૧.૨૦)

૧૫૬૬.૫૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક  ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૮૭૭ ઉપર ૧૮૯૫, ૧૯૪૨, ૧૯૮૩, ૨૦૩૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૮૦૧ નીચે ૧૭૩૭ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

ચોલા મંડલમ ફાઇનૅન્સ (૧૫૨૬.૭૦)

૧૬૬૬.૬૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૫૫ ઉપર ૧૫૭૧ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૫૧૫ તૂટે તો ૧૪૯૮, ૧૪૮૫, ૧૪૬૬ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

07 July, 2025 08:23 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK