Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > એલોન મસ્કના અમેરિકા પાર્ટી બનાવવાના નિર્ણય પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ, હાસ્યાસ્પદ પગલું ગણાવ્યું

એલોન મસ્કના અમેરિકા પાર્ટી બનાવવાના નિર્ણય પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ, હાસ્યાસ્પદ પગલું ગણાવ્યું

Published : 07 July, 2025 09:35 AM | IST | Washington
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Donald Trump on Elon Musk`s decision to form America Party: ટેસ્લાના માલિક એલોન મસ્ક દ્વારા અમેરિકા પાર્ટી નામનો નવો રાજકીય પક્ષ બનાવવાની જાહેરાત પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તીવ્ર પ્રતિક્રિયા આપી

ડોનલ્ડ ટ્રમ્પ, એલોન મસ્ક

ડોનલ્ડ ટ્રમ્પ, એલોન મસ્ક


અમેરિકા (United States)ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સાથેના મતભેદો વચ્ચે, ટેસ્લા (Tesla)ના માલિક એલોન મસ્ક (Elon Musk)એ ‘અમેરિકા પાર્ટી’ (America Party) નામના નવા રાજકીય પક્ષની રચનાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિએ આ પગલા પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે તેને ‘મૂર્ખતાપૂર્ણ’ પગલું ગણાવ્યું અને કહ્યું કે, ‘અમેરિકામાં બે પક્ષોની પરંપરા છે. ત્રીજા પક્ષની રચના કરવાથી ફક્ત મૂંઝવણ જ સર્જાશે.’ આ સાથે જ, રાષ્ટ્રપતિ ટ્રમ્પનો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક, જે એક સમયે તેના સૌથી મોટા સમર્થક હતા તેની સાથેના સંબંધો હવે વધુ વણસ્યા છે. ટ્રમ્પે આ હુમલો એવા સમયે કર્યો છે જ્યારે એલોન મસ્ક અમેરિકામાં એક કાયદો પસાર કરવા બદલ ટ્રમ્પથી ખૂબ ગુસ્સે છે અને તેમણે એક નવી અમેરિકન પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે અને કહ્યું છે કે, તેઓ વર્તમાન અમેરિકન રાજકીય વ્યવસ્થાને પડકારવા માંગે છે.


અમેરિકામાં ત્રીજા રાજકીય પક્ષના મુદ્દા પર બોલતા (Donald Trump on Elon Musk`s decision to form America Party) ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયાને કહ્યું કે, ‘રિપબ્લિકન પાર્ટી સાથે આપણે જબરદસ્ત સફળતા મેળવી છે. તે હંમેશા બે-પક્ષીય સિસ્ટમ રહી છે. જો કોઈ ત્રીજો પક્ષ શરૂ કરે છે, તો તે ફક્ત મૂંઝવણ પેદા કરે છે. મસ્ક ભલે મજા માટે આવું કરે, પરંતુ આ પગલું મને વિશ્વાસઘાત જેવું લાગે છે. તે ત્રીજો રાજકીય પક્ષ પણ શરૂ કરવા માંગે છે, ભલે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં ક્યારેય સફળ થયા ન હોય - એવું લાગે છે કે સિસ્ટમ તેમના માટે રચાયેલ નથી. તૃતીય પક્ષો માટે એકમાત્ર સારી વસ્તુ એ છે કે તેઓ સંપૂર્ણ અને સંપૂર્ણ વિક્ષેપ અને અરાજકતા પેદા કરે અને આપણે ઘણા સમય પહેલા કટ્ટરપંથી ડાબેરી ડેમોક્રેટ્સ સાથે આવું અનુભવ્યું છે જેમણે પોતાનો આત્મવિશ્વાસ અને મન ગુમાવી દીધું છે! બીજી બાજુ, રિપબ્લિકન એક સરળ ચાલતું "મશીન" છે જેમણે આપણા દેશના ઇતિહાસમાં તેના પ્રકારનું સૌથી મોટું બિલ પસાર કર્યું છે.’



ટ્રમ્પે સોશ્યલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. તેણે પોસ્ટમાં લખ્યું છે કે, `તેઓ ખૂબ જ દુઃખી છે કે છેલ્લા પાંચ અઠવાડિયામાં, એલોન મસ્ક સંપૂર્ણપણે ટ્રેક પરથી ઉતરી ગયા છે અને તેમની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.`


તમને જણાવી દઈએ કે, એલોન મસ્ક દ્વારા નવી પાર્ટી ‘અમેરિકા પાર્ટી’ બનાવવાની આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે અમેરિકામાં ૨૦૨૬ની ચૂંટણીને લઈને ઉત્સાહ વધી રહ્યો છે અને દેશના રાજકારણમાં ધ્રુવીકરણ વધી ગયું છે. દક્ષિણ આફ્રિકામાં જન્મેલા મસ્કે શનિવારે જાહેરાત કરી હતી કે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સની ‘એક-પક્ષીય પ્રણાલી’ને પડકારવા માટે ‘અમેરિકા પાર્ટી’ બનાવશે. મસ્કે તેની યોજના વિશે થોડી વિગતો આપી છે પરંતુ તે સ્પષ્ટ નથી કે તેણે યુએસ ચૂંટણી અધિકારીઓ સાથે પાર્ટીની નોંધણી કરાવી છે કે નહીં. પરંતુ એટલું સ્પષ્ટ છે કે તે ૨૦૨૬ની મધ્યવર્તી ચૂંટણીઓ અને તે પછી રિપબ્લિકન માટે માથાનો દુખાવો બની શકે છે.

નોંધનીય છે કે, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મિત્રતા એવી હતી કે જાણે દુનિયાની તેમને નજર લાગી જાય. એલોન મસ્કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પને ભારે દાન આપ્યું હતું, સાથે જ રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા પછી અને નવા વહીવટની રચના પછી, એલોન મસ્ક પોતે ખર્ચ ઘટાડતા ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (Department of Government Efficiency - DOGE)નું નેતૃત્વ કરી રહ્યા હતા. પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પના ‘બિગ બ્યુટીફુલ બિલ’ (Big Beautiful Bill) ટેક્સ અને ખર્ચ બિલને લઈને બંને વચ્ચે મતભેદો હતા.


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2025 09:35 AM IST | Washington | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK