‘રિચ ડૅડ પુઅર ડૅડ’ના લેખક રૉબર્ટ કિયોસાકીની ચેતવણી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
વિશ્વવિખ્યાત પુસ્તક ‘રિચ ડૅડ પુઅર ડૅડ’ના લેખક રૉબર્ટ કિયોસાકીએ નાણાકીય બજારોમાં મોટા ક્રૅશની ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘માર્કેટ ક્રૅશ થશે, લોકો કરોડો રૂપિયા ગુમાવશે. તમારી જાતને સુરક્ષિત રાખો. ચાંદી, સોનું, બિટકૉઇન, ઇથેરિયમ તમારું રક્ષણ કરશે.’
તેમણે ઉપરોક્ત જાહેરાત એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં કરી હતી, પણ આ ક્રૅશ ક્યારે અને કેવી રીતે થઈ શકે છે એ તેમણે સ્પષ્ટ કર્યું નથી. રૉબર્ટ કિયોસાકીએ રોકાણકારોને સોનું, ચાંદી, બિટકૉઇન અને ઇથેરિયમ જેવી સંપત્તિઓ તરફ વળવા વિનંતી કરી હતી, જે તેમને ફુગાવા અને ચલણના ઘટાડા સામે રક્ષણ આપશે.
ADVERTISEMENT
બીજી તરફ કેટલાક યુઝર્સે ધ્યાન દોર્યું હતું કે કિયોસાકી એક દાયકાથી વધુ સમયથી આવી ચેતવણીઓ આપી રહ્યા છે. ઑનલાઇન પ્રસારિત થયેલા એક વિડિયો-મૉન્ટેજમાં ૨૦૧૦થી તેમની ભૂતકાળની પોસ્ટ્સ દર્શાવવામાં આવી હતી જેમાં સોના, ચાંદી અને ક્રિપ્ટોકરન્સીની નિષ્ફળતાઓની આગાહી કરવામાં આવી હતી.


