સાથે તમાકુની અન્ય પ્રતિબંધિત આઇટમોની દાણચોરી પણ પકડાઈ
કુલ ૧૬.૫ લાખ રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો
થાણેમાં પોલીસે પ્રતિબંધિત ગુટકા અને તમાકુની અન્ય આઇટમોની દાણચોરી પકડી પાડી હતી. થાણે પોલીસની ટીમે ઘોડબંદર રોડ પરના નાગલા બંદર પાસે એક ટેમ્પોની શંકાસ્પદ મૂવમેન્ટ જોઈને એને રોક્યો હતો. જ્યારે ડ્રાઇવરની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે ઉડાઉ જવાબ આપ્યા હતા. એથી ટેમ્પોમાં લદાયેલા કપડાના ૧૩૦ તાકાની ઝીણવટભરી તપાસ કરતાં એમાં સંતાડેલાં ગુટકાનાં પાઉચ અને તમાકુની પ્રતિબંધિત આઇટમ મળી આવ્યાં હતાં. કુલ ૧૬.૫ લાખ રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે આ બાબતે વધુ તપાસ કરીને એ ગુટકા ક્યાંથી આવ્યો હતો અને કોને સપ્લાય થવાનો હતો એની શોધ ચાલી રહી છે.


