Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૬,૪૯૬, ૨૬,૫૪૫ અને નીચામાં ૨૬,૧૩૦ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૬,૪૯૬, ૨૬,૫૪૫ અને નીચામાં ૨૬,૧૩૦ મહત્ત્વની સપાટીઓ

Published : 01 December, 2025 09:09 AM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે

પ્રતીકાત્મક તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૫૮૬૭.૪૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૩૦૯.૯૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૬,૩૮૭.૪૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૪૭૪.૭૫ પૉઇન્ટના નેટ સુધારે ૮૫,૭૦૬.૬૭ બંધ રહ્યો. ઉપરમાં ૮૬,૦૫૫ ઉપર ૮૬,૪૪૦, ૮૬,૮૯૦ સુધીની શક્યતા. નીચામાં ૮૫,૩૪૦ નીચે ૮૫,૦૮૦ સપોર્ટ ગણાય. સ્ક્રિપ આધારિત સુધારાની ચાલ જોવા મળશે. બજારમાં ગણતરીના શૅરોમાં તેજી દેખાય છે. સામાન્ય માણસમાં શૅરોમાં સરવાળે ખાસ કંઈ સળવળાટ નથી માટે કોઈ પણ ભાવે કંઈ પણ લેવા દોટ ન મૂકવી, નહીંતર ‘ઘેટી ગઈ કપાસ લેવા ને ઊન મૂકીને આવી’ જેવું થઈ શકે.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧૨૬૫ ગણાય અને ક્લોઝિંગ લોઅર ટ્રેન્ડ લાઇનની નીચે આવે તો ભાવ વધુ ઘટશે એવી સંભાવના રહે છે. આ રચના બાદ સામાન્ય રીતે આ રચના પહેલાંનો જે મૂળ ટ્રેન્ડ હતો એ ફરી ચાલુ થશે એવી ધારણા બાંધી શકાય. ઘણા લોકો રેક્ટેન્ગલની રચનાના આધારે શૉર્ટ-ટર્મ ટ્રેડિંગ કરતા હોય છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૬,૧૩૨.૯૫ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



૩૬૦ વન વામ (૧૧૮૩.૨૦) : ૧૦૫૧.૧૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૯૪ ઉપર ૧૨૦૦, ૧૨૧૭, ૧૨૩૩, ૧૨૫૦, ૧૨૬૭ સુધીની શક્યતા. નીચામાં ૧૧૬૫ નીચે ૧૧૪૭, ૧૧૩૩ સપોર્ટ ગણાય.


કોટક મહેન્દ્ર બૅન્ક (૨૧૨૪.૪૦): ૨૦૬૬.૭૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસ‌િક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૧૪૨ ઉપર ૨૧૬૧ કુદાવે તો ૨૧૮૨, ૨૨૦૩, ૨૨૨૪, ૨૨૪૫, ૨૨૬૬ સુધીની શક્યતા. નીચામાં ૨૦૯૧ નીચે ૨૦૭૪ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફટી ફ્યુચર (૬૦૦૬૮.૬૦): ૫૭૪૫૦.૪૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૦,૧૬૬ ઉપર ૬૦,૪૦૦, ૬૦,૬૫૦, ૬૦,૯૦૦, ૬૧,૧૬૦ સુધીની શક્યતા. નીચામાં ૫૯,૫૩૦, ૫૦,૨૫૦, ૫૮,૯૦૦ સપોર્ટ ગણાય.


નિફ્ટી ફ્યુચર (૨૬૩૮૭.૪૦) : ૨૫૪૨૮.૧૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૬,૪૯૬ ઉપર ૨૬,૫૪૫, ૨૬,૬૯૦, ૨૬,૮૩૦, ૨૬‍,૯૭૦ સુધીની શક્યતા. નીચામાં ૨૬,૩૧૭ નીચે ૨૬,૨૨૦, ૨૬,૧૩૦, ૨૬,૦૮૫, ૨૬,૦૩૫ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. 

CDSL (૧૬૧૭.૨૦) : ૧૫૦૮ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૬૩૨ ઉપર ૧૬૪૪ અને ૧૬૭૪ કુદાવે તો ૧૬૯૧, ૧૭૧૫, ૧૭૪૦ સુધીની શક્યતા. નીચામાં ૧૬૧૦ નીચે ૧૫૯૦, ૧૫૭૪ પૅનિક સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

રિલાયન્સ (૧૫૬૭.૫૦) : ૧૩૪૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૮૧ ઉપર ૧૫૯૭ કુદાવે તો ૧૬૨૭, ૧૬૫૭, ૧૬૮૭, ૧૭૧૮, ૧૭૪૮, ૧૭૮૦, ૧૮૦૦ સુધીની શક્યતા. નીચામાં ૧૫૪૭ નીચે ૧૫૩૩ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર : જિંદગી છે તો શરૂઆત ગમે ત્યાંથી થશે, જિંદગીને જ કરી પ્યાર જીવ્યા કરવાનું. - આર. બી. રાઠોડ

Whatsapp-channel Whatsapp-channel

01 December, 2025 09:09 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK