બોરીવલીમાંથી બે કરોડ રૂપિયાના હેરોઇન રાખવાના આરોપમાં એક દંપતીની ધરપકડ કરવામાં આવી હતી.
પ્રતીકાત્મક તસવીર
બોરીવલીમાંથી બે કરોડ રૂપિયાના હેરોઇન રાખવાના આરોપમાં એક દંપતીની ધરપકડ કરવામાં આવી હતી. બાતમીના આધારે ઍન્ટિ-નાર્કોટિક્સ સેલ (ANC)ના કાંદિવલી યુનિટ દ્વારા સોમવારે બોરીવલી-ઈસ્ટમાં રાષ્ટ્રીય ઉદ્યાન મેટ્રો સ્ટેશન નજીક આરોપી દંપતીના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી બે કરોડ રૂપિયાનું ૫૧૧ ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું.
ડ્રગ-નેટવર્કમાં બન્ટી અને બબલીના ઉપનામથી જાણીતી આ જોડીના ઘરેથી પોલીસે તેમના ડ્રગ્સ ઉપરાંત બે મોબાઇલ ફોન અને એક મિક્સર ગ્રાઇન્ડર પણ જપ્ત કર્યું હતું, જેનો ઉપયોગ ડ્રગ પ્રોસેસિંગ અને પૅકેજિંગમાં થતો હોવાની શંકા છે.
ADVERTISEMENT
અધિકારીના જણાવવા મુજબ દંપતી પર નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબ્સ્ટસ્ટિન્સ (NDPS) ઍક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસને શંકા છે કે આ બન્ને શહેરમાં કાર્યરત એક મોટા સિન્ડિકેટનો ભાગ છે અને ઇન્ટરનૅશનલ ડ્રગ પેડલિંગ કનેક્શન ધરાવે છે.


