આ બનાવમાં જાનહાનિ થઈ નહોતી, પરંતુ આગનું ચોક્કસ કારણ હજી સુધી નક્કી થયું નથી.
પ્રતીકાત્મક તસવીર
મંગળવારે બપોરે દિઘા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં એક કંપનીમાં આગ લાગી હતી. નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)ના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલને બપોરે ૧.૩૦ વાગ્યે આગની ઘટનાની માહિતી મળી હતી. ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના અધિકારીએ જણાવ્યા મુજબ પમ્પ બનાવતી એક કંપનીના પરિસરમાં આગ લાગી હતી. લગભગ ૪૫ મિનિટમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને કૂલિંગ ઑપરેશન ચાલુ કરી દેવામાં આવ્યું હતું. આ બનાવમાં જાનહાનિ થઈ નહોતી, પરંતુ આગનું ચોક્કસ કારણ હજી સુધી નક્કી થયું નથી.
અન્ય એક બનાવમાં ગોરેગામ-ઈસ્ટમાં ગોખલેવાડીમાં આવેલા ખુલ્લા મેદાનમાં મંગળવારે વહેલી સવારે આગ લાગી હતી. ૪૦૦૦ ચોરસ ફુટના વિસ્તારમાં લાગી હતી, જેમાં ઝાડીઓ, સૂકું ઘાસ, કચરો, પ્લાસ્ટિકનો કચરો અને ભંગાર જમા કરવામાં આવ્યો હતો. થોડા જ સમયમાં આગ કાબૂમાં લેવાઈ હતી.


