Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૩,૦૦૦ અને નીચામાં ૨૨,૬૮૦, ૨૨,૬૧૭ મહત્ત્વની સપાટીઓ...

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૩,૦૦૦ અને નીચામાં ૨૨,૬૮૦, ૨૨,૬૧૭ મહત્ત્વની સપાટીઓ...

Published : 30 March, 2026 09:38 AM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૨,૪૭૧ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૩૨૩.૯૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૨,૮૧૬.૬૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૩૨૩.૯૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૩,૫૮૩.૨૨ બંધ રહ્યો. ઉપરમાં ૭૪,૯૦૪ ઉપર ૭૫,૮૮૦ ઉપર સુધારો જોવાય. ત્યાર બાદ ૭૭,૦૦૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૭૩,૫૩૪ નીચે ૭૩,૦૮૪, ૭૨,૫૫૮ મહત્ત્વની સપાટી ગણાય. બજાર લાંબા ગાળાની મંદીમાં છે. જે પણ ઉછાળા આવે એ પ્રત્યાઘાતી સમજવા. અગાઉ પણ જણાવેલું કે મોટા ભાગના શૅરોમાં ટ્રેન્ડ મંદીનો થઈ ગયો છે. જે લોકો કોરોના પછી બજારમાં આવ્યા છે તેમણે મંદી જોઈ નથી. રોકાણકારોએ હાલ સાવચેત રહેવું હિતાવહ.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. ૨૪,૪૦૯ તૂટતાં હવે લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય. (અને બીજા એ કે જેમણે એક યા બીજા કારણસર લાંબા સમયથી સાચવી રાખેલા શૅરો સપોર્ટ લેવલ પાસે વેચી દીધા હોય. આવા લોકો સ્વાભાવિકપણે જ પોતાને મૂર્ખ સમજે છે અને જ્યાં પોતે પોતાના લાંબા સમયથી સાચવી રાખેલા શૅરો વેચી દીધા હતા ત્યાં ફરી ખરીદી કરવાની તક મળે એવું ઇચ્છે છે. અનકમિટેડને એવું લાગે છે કે હવે ભાવો વધતા જાય છે અને છેવટે લાંબા ગાળા માટે ખરીદવાની તક મળતાં જ માર્કેટમાં ઝંપલાવે છે.) (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૩,૩૭૧.૫૭ છે જે ક્લૉઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



ટેક મહિન્દ્ર (૧૩૮૭.૯૦) : ઉપરમાં ૧૪૩૯.૨૦ સુધી ગયા બાદ નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૨૯ ઉપર ૧૪૩૯ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૩૮૨ નીચે ૧૩૭૩, ૧૩૫૪ અને ૧૩૫૪ તૂટે તો ૧૩૩૮ સુધીની શક્યતા જોવા મળશે.


ઇન્ફોસિસ (૧૨૭૨.૨૦) : ૧૨૧૫.૧૦ના બૉટમથી સાઇડવેઝમાં છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૮૩ ઉપર બંધ આવે તો ૧૨૯૭, ૧૩૦૫, ૧૩૩૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૨૫૧ નીચે ૧૨૩૨ પૅનિક સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૨,૨૭૧.૦૦) : ૬૧,૬૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૩,૪૫૫, ૫૪,૧૬૮ ઉપર સુધારો જોવાય. ૫૪,૧૬૮ ઉપર ૫૫,૬૬૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૨,૨૩૨ નીચે ૫૧૮૭૫, ૫૧૩૩૧ મહત્ત્વની સપાટી ગણાય.


નિફ્ટી ફ્યુચર (૨૨,૮૧૬.૬૦) : ૨૬,૩૨૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩,૦૦૦ ઉપર ૨૩,૧૦૨, ૨૩,૪૬૧ ઉપર સુધારો જોવાય. ૨૩,૪૬૧ ઉપર ૨૩,૮૭૬ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૨,૭૯૪ નીચે ૨૨,૭૧૧, ૨૨,૬૮૦, ૨૨,૬૧૭, ૨૨,૪૭૧, ૨૨,૪૪૦ મહત્ત્વની સપાટી ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે જેમાં હેડ ઍન્ડ શૉલ્ડર પૅટર્ન જોઈ શકાય છે. 

ઑરોબિન્દો ફાર્મા (૧૩૧૪.૨૦) : ૧૧૦૬.૦૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૩૦ અને ૧૩૬૯, ૧૪૦૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૨૯૬ નીચે ૧૨૮૨ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. 

સમ્માન કૅપિટલ (૧૪૮.૩૫) : ૧૨૯ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૦ ઉપર ૧૫૬ અને ૧૬૨ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૪૩ નીચે ૧૩૯ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર: ગાડું ભરાય એટલા મિત્રો હતા કદી, થોડાક મિત્રોથી હવે ગાડું ચલાવું છું. - વારિજ લુહાર

Whatsapp-channel Whatsapp-channel

30 March, 2026 09:38 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK