સરળ લેડીઝ કોચ ગુલાબી રંગે રંગાય એવા પ્રસ્તાવ પર વિચારણા થઈ રહી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની ભીડભાડવાળી લોકલ ટ્રેનોમાં હવે મહિલાઓ માટે આરક્ષિત ડબ્બાને ઓળખવો સરળ બની શકે છે. રાજ્ય સરકાર લેડીઝ કોચ પર પિન્ક માર્કિંગ એટલે કે ગુલાબી રંગનું વિશિષ્ટ નિશાન લગાવવાની દરખાસ્ત પર વિચાર કરી રહી છે.
ભારતીય જનતા પાર્ટી (BJP)નાં નેતા ચિત્રા વાઘ દ્વારા સૂચવવામાં આવેલી આ યોજના મુજબ મહિલાઓના ડબ્બા પર ગુલાબી રંગના પટ્ટા રંગવામાં આવશે. મેટ્રો ટ્રેનોની માફક શરૂ કરવામાં આવનારી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓની સુરક્ષામાં વધારો કરવાનો અને મુસાફરોની ભારે ભીડમાં ભૂલથી પણ પુરુષો મહિલાઓના આરક્ષિત કોચમાં ચડી ન જાય એની ખાતરી કરવાનો છે. મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન (MRVC)ને સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેમાં આ યોજના લાગુ કરવા માટેની નોડલ એજન્સી બનાવવામાં આવે એવી શક્યતા છે. જોકે MRVCને ને હજી સુધી કોઈ સત્તાવાર દરખાસ્ત મળી નથી. એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી કે પ્રસ્તાવ મળ્યા બાદ આ વિશે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
