Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભિવંડીમાં જન્મ-મૃત્યુના ૪.૫૦ લાખ રેકૉર્ડ ભેદી રીતે ગાયબ થયા: મેયરે કડક કાર્યવાહીની ચેતવણી આપી

ભિવંડીમાં જન્મ-મૃત્યુના ૪.૫૦ લાખ રેકૉર્ડ ભેદી રીતે ગાયબ થયા: મેયરે કડક કાર્યવાહીની ચેતવણી આપી

Published : 30 March, 2026 07:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ગંભીર બેદરકારીને કારણે સામાન્ય નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભિવંડી મહાનગરપાલિકાના જન્મ અને મૃત્યુ નોંધણી વિભાગમાંથી નાગરિકો સંબંધિત સાડાચાર લાખ જેટલા રેકૉર્ડ ભેદી રીતે ગાયબ થઈ ગયા હોવાની આશ્ચર્યજનક ઘટના બની છે. આ ગંભીર બેદરકારીને કારણે સામાન્ય નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

આ મામલે માહિતી મળતાં મેયર નારાયણ ચૌધરીએ અધિકારીઓને કડક કાર્યવાહીની ચેતવણી આપતાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો બે દિવસમાં આ રેકૉર્ડ્સ પાછા નહીં મળે તો જેકોઈ અધિકારી કે કર્મચારી આને માટે જવાબદાર હશે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવશે.



ઉલ્લેખનીય છે કે જન્મ-મૃત્યુના આશરે ૪.૫૦ લાખ રેકૉર્ડ એક સૉફ્ટવેર દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. જે સૉફ્ટવેર કંપનીને આ કામગીરી સોંપવામાં આવી હતી એની સાથેનો કરાર પૂર્ણ થયા બાદ પણ કંપનીએ આ મહત્ત્વપૂર્ણ ડેટા મહાનગરપાલિકાને સોંપ્યા નથી. કંપનીના ચીફ માર્કેટિંગ ઑફિસર સંદીપ ગાડવેકરની ગેરહાજરીમાં તેમના લૉગ-ઇન આઇડી અને વન ટાઇમ પાસવર્ડ (OTP)નો ઉપયોગ કરીને અનેક બર્થ-ડેથ સર્ટિફિકેટ્સ અપાયાં હોવાની વાત બહાર આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2026 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK