Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૪,૭૭૭ અને નીચામાં ૨૪,૪૨૭ નીચે ૨૪,૧૮૫ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૪,૭૭૭ અને નીચામાં ૨૪,૪૨૭ નીચે ૨૪,૧૮૫ મહત્ત્વની સપાટીઓ

Published : 09 March, 2026 09:53 AM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૪૨૭ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૭૯૨.૭૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૪,૫૪૫.૭૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૨૩૬૮.૨૯ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૮,૯૧૮.૯૦ બંઘ રહ્યો. ઉપરમાં ૭૯,૭૫૩ ઉપર ૮૦,૩૦૪ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૮,૪૪3 નીચે ૭૮,૩૩૨, ૭૭,૮૭૦,૭૭,૪૧૦, ૭૬,૯૫૦, ૭૫,૫૭૦ સુધીની શક્યતા. અગાઉ પણ અવારનવાર જણાવ્યું હતું કે બજારમાં દર ત્રણથી પાંચ વર્ષે મોટા ઘટાડા આવે જ છે અને કારણ ક્યાંયથી પણ આવે છે. યુદ્ધની પરિસ્થિતિ પર નજર રાખવી. વેચાણકાપણીના ઉછાળાને અનુસરવું નહીં. ઘટાડો ધારણા કરતાં પણ ઘણો આગળ વધશે એમ જણાય છે.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય. 1. THE LONGS, 2. THE SHORTS અને 3. THE UNCOMMITTED. - ધ લૉન્ગ્સ એવા ટ્રેર્ડસ છે જેમણે ખરીદી કરી લીધી છે. ધ શૉર્ટસ એવા ટ્રેડર્સ છે જે વેચાણ કરી ચૂક્યા છે અને અનકમિટેડ એવા ટ્રેર્ડસ છે જે માર્કેટની બહાર નીકળી ગયા છે અથવા તો કઈ બાજુનો ધંધો ગોઠવવો એ નક્કી નથી કરી શકતા એટલે તેઓ વાડ પર બેઠેલા છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૫,૧૬૬.૨૮ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (૧૧૪૩.૦૦): ૧૨૩૪.૭૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૫૮ ઉપર ૧૧૭૩ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૧૩૮ નીચે ૧૧૨૭, ૧૧૧૧, ૧૦૯૬, ૧૦૮૧, ૧૦૭૪ સુધીની શક્યતા.


ICICI બૅન્ક (૧૩૧૩.૪૦) : ૧૪૩૪.૪૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૩૨ ઉપર ૧૩૫૮ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૩૧૦ નીચે ૧૨૯૪, ૧૨૭૪, ૧૨૫૫, ૧૨૩૫, ૧૨૧૫ સુધીની શક્યતા.

બૅન્ક નિફટી ફ્યુચર (૫૮,૦૭૯.૦૦): ૬૧,૬૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૯,૦૭૭ ઉપર ૫૯,૬૪૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૭,૯૫૦ નીચે ૫૭,૬૦૦ તૂટે તો ૫૭,૫૨૦, ૫૬,૭૪૦, ૫૬,૨૫૦, ૫૫,૭૫૦ સુધીની શક્યતા. 


નિફ્ટી ફ્યુચર (૨૪,૫૪૫.૭૦) : ૨૬,૩૨૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૭૭૭ ઉપર ૨૪,૯૭૧ પ્રતતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૪,૪૨૭ નીચે ૨૪,૧૮૫, ૨૩,૮૯૦, ૨૩,૬૦૦, ૨૩,૩૧૦ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. 

ફોર્ટિસ હેલ્થકૅર (૮૯૨.૫૫) : ૯૭૭.૪૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૧૭ ઉપર ૯૨૮ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૯૦ નીચે ૮૮૫, ૮૭૪, ૮૬૮ અને ૮૬૮ તૂટે તો ૮૬૪, ૮૫૪, ૮૪૪ સુધીની શક્યતા. આ સાથે દૈનીક ચાર્ટ આપ્યો છે.

ગોદરેજ પ્રૉપર્ટી (૧૬૬૭.૩૦) : ૧૮૯૨.૭૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૬૮૪ ઉપર ૧૭૧૦, ૧૭૩૬, ૧૭૫૧ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૬૪૭ નીચે ૧૬૩૨, ૧૬૦૬, ૧૫૮૧ સુધીની શક્યતા. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર: આપણે મોટા થવા કંઈ પણ નહીં કરવું પડે, આપણી ઈર્ષા કરીને લોકો નાના થઈ જશે. - કિરણસિંહ ચૌહાણ

Whatsapp-channel Whatsapp-channel

09 March, 2026 09:53 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK