Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પ્રોજેક્ટના અસરગ્રસ્તોને જલદી ઘર મળશે : કાંજુરમાર્ગમાં ૯૦૬ ફ્લૅટના બાંધકામને વેગ

ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પ્રોજેક્ટના અસરગ્રસ્તોને જલદી ઘર મળશે : કાંજુરમાર્ગમાં ૯૦૬ ફ્લૅટના બાંધકામને વેગ

Published : 10 March, 2026 10:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માર્ચ ૨૦૨૬ના અંત સુધીમાં લગભગ ૨૫૨ અસરગ્રસ્ત રહેવાસીઓનું પુનર્વસન પૂર્ણ થવાની અપેક્ષા છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ (GMLR) પ્રોજેક્ટથી પ્રભાવિત પરિવારો માટે કાંજુરમાર્ગ-વેસ્ટમાં એક આધુનિક રેસિડેન્શ્યલ કૉમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યો છે જેમાં એ પરિવારોનું પુનર્વસન કરવામાં આવશે.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર લગભગ ૧૦,૦૫૦ ચોરસ મીટરના પ્લૉટ પર ૭ ઇમારતોમાં લગભગ ૯૦૬ ફ્લૅટ બનાવવામાં આવી રહ્યા છે. દરેક ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ૨૩ માળનું માળખું હશે. દરેક ફ્લૅટનો વિસ્તાર લગભગ ૩૦૦ ચોરસ ફુટ હશે અને એમાં એક લિવિંગ રૂમ, બેડરૂમ સાથે જોડાયેલાં બાથરૂમ અને રસોડું હશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બે ઇમારતોનું બાંધકામ અંતિમ તબક્કામાં છે અને માર્ચ ૨૦૨૬ના અંત સુધીમાં લગભગ ૨૫૨ અસરગ્રસ્ત રહેવાસીઓનું પુનર્વસન પૂર્ણ થવાની અપેક્ષા છે. બાકીની ઇમારતોને એપ્રિલ ૨૦૨૬ સુધીમાં પૂર્ણતા પ્રમાણપત્રો મળવાની અપેક્ષા છે.


Whatsapp-channel Whatsapp-channel

10 March, 2026 10:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK