નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે.
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૮૦૫.૧૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૪૫.૩૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૪,૧૦૨.૩૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૨૯૭.૫૭ પૉઇન્ટના નેટ સુધારે ૭૭,૧૦૦.૪૭ બંધ રહ્યો. ઉપરમાં ૭૭,૩૨૫ ઉપર ૭૮,૨૪૦, ૭૮,૪૨૦, ૭૮,૬૧૦, ૭૮,૯૯૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૬,૦૮૨ નીચે ૭૫,૯૭૦ તૂટે તો ૭૫,૬૦૦ સુધી આવી શકે. શૅરોમાં માસિક એક્સપાયરીના સપ્તાહમાં પોઝિશન આધારિત વઘ-ઘટ જોવાશે.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે. ૨૪,૪૦૯ તૂટતાં હવે લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય. (અપટ્રેન્ડ અથવા ડાઉનટ્રેન્ડ વખતે અમુક વધઘટ થયા બાદ ભાવો મુખ્ય દિશામાં આગળ વધતાં પહેલાં પાછલા ટ્રેન્ડના અમુક ટકા વધઘટ દર્શાવે છે એટલે કે મુખ્ય ટ્રેન્ડ તેજીનો હોય તો ભાવો ઘટે છે અને મુખ્ય ટ્રેન્ડ મંદીનો હોય તો ભાવો વધે છે. આ વધઘટ કેટલી થઈ શકે છે એ પર્સન્ટેજ રીટ્રેચમેન્ટના આધારે જાણી શકાય છે.) (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૩,૯૨૨.૧૭ છે જે ક્લૉઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
અશોક લેલૅન્ડ (૧૬૦.૬૮) : ૧૩૮.૦૩ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૬૩ કુદાવે તો ૧૬૬, ૧૭૦, ૧૭૫, ૧૮૦, ૧૮૩ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૫૫ નીચે ૧૫૦ સપોર્ટ ગણાય.
એમ્બેસી ડેવલપમેન્ટ (૬૩.૭૧) : ૭૫.૯૭ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૭.૫૦ અને ૭૫.૯૭ મહત્ત્વની સપાટી ગણાય જેની ઉપર સુધારો આગળ વધશે. નીચામાં ૫૯.૮૦ નીચે ૫૫.૩૬ તૂટે તો ૫૩, ૫૧, ૪૮ સુધીની શક્યતા જોવા મળશે. દરેક ઘટાડે રોકાણ કરી શકાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૮,૨૩૯.૬૦): ૫૨,૮૭૨.૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૮,૬૭૫ ઉપર ૫૮,૮૦૦, ૫૯,૫૨૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૭,૧૫૨ નીચે ૫૬,૯૨૬, ૫૬,૫૬૦, ૫૫,૬૫૦ સુધીની શક્યતા જોવા મળશે.
નિફ્ટી ફ્યુચર (૨૪,૧૦૨.૩૦) : ૨૩,૧૦૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૨૮૦ ઉપર ૨૪,૩૩૦, ૨૪,૪૨૦, ૨૪,૫૧૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૩,૮૦૫ નીચે ૨૩,૭૬૦, ૨૩,૭૧૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
મારુતિ સુઝુકી (૧૩,૭૪૫.૦૦) : ૧૨,૨૦૧ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩,૯૧૭, ૧૩,૯૭૬ કુદાવે તો ૧૪,૧૪૦, ૧૪,૪૬૦, ૧૪,૭૮૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૩,૪૯૩ નીચે ૧૩,૨૦૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાટિક ચાર્ટ આપ્યો છે.
HDFC બૅન્ક (૭૯૬.૩૦) : ૭૧૪.૮૧ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૦૫ ઉપર ૮૦૭ કુદાવે તો ૮૨૩ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૮૭ નીચે ૭૭૧ તૂટે તો ૭૬૧ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
શૅરની સાથે શેર : વાર તો બસ કોચલાને તોડવામાં થઈ હતી, ઊડવું અઘરું જ ક્યાં છે પાંખ ફેલાવ્યા પછી.- ભાવના સોનૈયા. ‘પ્રિયજન’
