Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૩,૮૫૪ ઉપર ૨૩,૯૩૦ તેમ જ નીચામાં ૨૩,૬૪૦ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૩,૮૫૪ ઉપર ૨૩,૯૩૦ તેમ જ નીચામાં ૨૩,૬૪૦ મહત્ત્વની સપાટીઓ

Published : 27 July, 2026 08:32 AM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસીક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૬૪૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૫૧૫.૨૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૩,૮૦૬.૫૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૨૦૯૧.૬૮ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૬,૦૫૯.૭૭ બંધ રહ્યો. ઉપરમાં ૭૬,૨૧૧ ઉપર ૭૬,૬૬૦, ૭૬,૭૬૬, ૭૬,૯૯૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૫,૭૭૪ નીચે ૭૫,૨૦૦, ૭૪,૯૯૦, ૭૪,૬૫૦, ૭૪,૩૨૦, ૭૩,૯૯૦ સુધીની શક્યતા જોવા મળશે. માસીક એક્સપાયરીનું સપ્તાહ છે. પોઝિશન પ્રમાણે વધ-ઘટ જોવાશે માટે તેલ જોવું તેલની ધાર જોવી.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસીક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે. ૨૪,૪૦૯ તૂટતાં હવે લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય. (અગર જો ભાવો ૬૭ ટકાની નીચે અથવા ઉપર જતા રહે તો એ રીટ્રેચમેન્ટ નહીં, પણ ટ્રેન્ડ રિવર્સલ ગણી શકાય. આવા સમયે ભાવો પાછલા ટ્રેન્ડના પૂરા ૧૦૦ ટકા સુધી વધ-ઘટ દર્શાવે છે. અત્યાર સુધી આપણે જે ત્રણ પરસન્ટેજ રીટ્રેચમેન્ટ ૩૩ ટકા, ૫૦ ટકા અને ૬૭ ટકાના જોયા અે ડાઉ થિયરી પ્રમાણે છે. મોટા ભાગના ચાર્ટિસ્ટો ફિબોનેચી રેશિયોને મહત્ત્વ આપે છે જે મુજબ ૨3.૬ ટકા, ૩૮.૨ ટકા, ૫૦ ટકા, ૬૧.૮ ટકા અને ૭૮.૬ ટકા ગણાય.) (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની અૅવરેજ ૨૪,૦૫૩.૩૮ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



હૅવેલ્સ (૧૨૨૬.૯૦) : ૧૧૪૧.૨૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૨૯ ઉપર ૧૨૪૦ કુદાવે તો ૧૨૪૬, ૧૨૬૩ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૨૧૧ નીચે ૧૨૦૦, ૧૧૯૫ સપોર્ટ ગણાય.  


KPTI ટેક્નૉલૉજી (૫૮૩.૨૦) : ૫૪૩ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૮૭ ઉપર ૫૯૬ અને ૬૦૪ કુદાવે તો ૬૧૪, ૬૩૧, ૬૪૯, ૬૬૯ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૭૮ નીચે ૫૬૯, ૫૬૧ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૬,૮૪૪.૬૦) : ૫૮,૬૯૦ ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૬,૯૩૨ ઉપર ૫૭,૦૫૬, ૫૭,૩૬૦, ૫૭,૫૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૬,૧૫૫ નીચે ૫૫,૬૫૦ મહત્ત્વની સપાટી ગણાય. 


નિફ્ટી ફ્યુચર (૨૩,૮૦૬.૫૦) : ૨૪,૫૬૫.૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩,૮૫૪ ઉપર ૨૩,૯૩૦, ૨૪,૦૨૦, ૨૪,૧૧૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૩,૭૪૦ નીચે ૨૩,૬૪૦ તૂટે તો ૨૩,૬૦૦, ૨૩,૫૫૦, ૨૩,૪૭૦, ૨૩,૩૭૦, ૨૩.૨૦૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

HFCL (૧૯૬.૮૫) : ૨૨૯.૫૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૦૭ ઉપર ૨૧૨, ૨૧૯ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૯૬ નીચે ૧૮૭ તૂટશે તો ૧૭૭, ૧૬૬ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક  ચાર્ટ આપ્યો છે. 

પંજાબ નૅશનલ બૅન્ક (૧૧૦.૩૮) : ૧૦૦.૪૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૩ ઉપર ૧૧૮ તેમ જ ૧૨૦થી ૧૨૪ સુધીની શક્યતા જોવા મળશે.  નીચામાં ૧૦૮ નીચે ૧૦૬ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર: વળગણ કદીયે કાયમી રહેતું નથી ‘અગન’, ગમતું રહે છે માત્ર એ હાંસલ થવા સુધી.   - અગન રાજ્યગુરુ.

Whatsapp-channel Whatsapp-channel

27 July, 2026 08:32 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK