Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નંદન નીલેકણીના નેતૃત્વમાં હાઈ પાવર ટાસ્ક ફોર્સ કરશે પરીક્ષાની પદ્ધતિમાં સુધારા

નંદન નીલેકણીના નેતૃત્વમાં હાઈ પાવર ટાસ્ક ફોર્સ કરશે પરીક્ષાની પદ્ધતિમાં સુધારા

Published : 27 July, 2026 07:35 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાથે ISRO, IB, IIT, એજ્યુકેશન અને લૉજિસ્ટિક્સ ક્ષેત્રના દિગ્ગજોનો સમાવેશ : આ ૬ સભ્યોની કમિટી પરીક્ષા લેવાની સ્ટાઇલ, ટેક્નિકલ સુરક્ષા, લૉજિસ્ટિક્સ અને મૅનેજમેન્ટને વધુ બહેતર કરવા માટે માર્ગદર્શન આપશે : નરેન્દ્ર મોદીએ વિડિયો-સંદેશ દ્વારા કરી જાહેરાત

નંદન નીલેકણી

નંદન નીલેકણી


NEET પેપર-લીક મામલે વિદ્યાર્થીઓનું પ્રદર્શન પૂરું થયાના એક દિવસ બાદ નરેન્દ્ર મોદી ગઈ કાલે સાંજે ફરી એક વાર ઇન્સ્ટાગ્રામ પર આવ્યા હતા અને વિડિયો-સંદેશમાં પરીક્ષા-સુધારણાને લઈને મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ભારત સરકાર લગાતાર અનેક પગલાં લઈ રહી છે. જે લોકોએ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરી છે તેઓ જેલમાં સડી રહ્યા છે. અમે ઑલરેડી ફાસ્ટ ટ્રૅક કોર્ટ બનાવી ચૂક્યા છીએ અને સંસદમાં સખત જોગવાઈઓ સાથેનો નવો કાયદો બનાવવાની દિશામાં પણ આગળ વધી રહ્યા છે.’

આપણે હવે ભવિષ્ય વિશે વિચારવું પડશે એમ જણાવીને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આપણી પરીક્ષાપદ્ધતિ ભરોસાપાત્ર, પારદર્શક અને ઍડ્વાન્સ ટેક્નૉલૉજીથી સજ્જ હોવી જોઈએ. આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને અમે વિશ્વપ્રસિદ્ધ ટેક્નૉલૉજી એક્સપર્ટ નંદન નીલેકણીના નેતૃત્વમાં એક હાઈ-પાવર ટાસ્ક ફોર્સનું ગઠન કરવાનો નિર્ણય લીધો છે. આ ટાસ્ક ફોર્સ પરીક્ષાવ્યવસ્થામાં સુધાર પર ધ્યાન આપશે અને તેમના રિપોર્ટના આધારે આગામી પરીક્ષાઓની વિશ્વસનીયતા બહુ જલદીથી સુનિશ્ચિત થશે. ખૂબ ધન્યવાદ.’


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2026 07:35 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK