Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઑક્યુપન્સી સર્ટિફિકેટ મળ્યાના ત્રણ જ મહિના પછી બૅન્ગલોરમાં ૧૮ માળનો ટાવર નમવા લાગ્યો

ઑક્યુપન્સી સર્ટિફિકેટ મળ્યાના ત્રણ જ મહિના પછી બૅન્ગલોરમાં ૧૮ માળનો ટાવર નમવા લાગ્યો

Published : 27 July, 2026 08:37 AM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬૦ મીટર ઊંચો ટાવર લગભગ ૨૦૦ મિલીમીટર નમી ગયો છે, હાલમાં એમાં કોઈ તકલીફ થાય એમ નથી, પણ પંદરથી ૨૦ વર્ષ પછી એ તૂટી પડવાનો ભય હોવાથી બિલ્ડર અત્યારે જ એ તોડીને નવેસરથી કન્સ્ટ્રક્શન કરશે

૬૦ મીટર ઊંચો ટાવર લગભગ ૨૦૦ મિલીમીટર નમ્યો છે

૬૦ મીટર ઊંચો ટાવર લગભગ ૨૦૦ મિલીમીટર નમ્યો છે


ગ્રેટર બૅન્ગલોર ઑથોરિટી દ્વારા રહેવા માટે સલામત હોવાનું દર્શાવતું ઑક્યુપન્સી સર્ટિફિકેટ (OC) આપ્યાના ૩ મહિના પછી બૅન્ગલોરના SNN રાજ ઍટર્નિયા સોસાયટીમાં ૧૮ માળનો ટાવર નમેલો હોવાનું જાણવા મળ્યું હતું. ૪ વર્ષના બાંધકામ પછી પૂરા થયેલા આ ટાવરમાં ૪૯ ફ્લૅટ બાંધવામાં આવ્યા છે અને એ ખરીદનારાઓને પઝેશન આપવામાં આવનારું હતું, પણ ડેવલપરે પણ ટાવર નમેલો હોવાનું ઓળખ્યા પછી તેણે હૅન્ડઓવર પ્રક્રિયા અટકાવી દીધી હતી અને હવે એને ૬ મહિનામાં તોડી પાડવામાં આવશે. નોએડામાં સુપરટેક ટ્વિન ટાવર્સને નિયંત્રિત રીતે તોડી પાડવાની કામગીરી કરનારી કંપની એડિફાઇસ એન્જિનિયરિંગને આ કામ સોંપવામાં આવ્યું છે.

૬૦ મીટર ઊંચો ટાવર લગભગ ૨૦૦ મિલીમીટર નમ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2026 08:37 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK