કેટલીક બૅન્કો ૧૦,૦૦૦ રૂપિયા સુધીનું મિનિમમ બૅલૅન્સ જાળવી રહી છે, કેટલીક બૅન્કો ૨૦૦૦ પર કામ કરી રહી છે, જ્યારે ઘણી બૅન્કોએ આ શરત સંપૂર્ણપણે દૂર કરી દીધી છે.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા
ICICI બૅન્કે મિનિમમ બૅલૅન્સની મર્યાદા ૫૦,૦૦૦ રૂપિયા કર્યાની ચર્ચા અત્યારે ચાલી રહી છે. એ સંદર્ભમાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ ગઈ કાલે સ્પષ્ટતા કરી હતી કે મિનિમમ બૅલૅન્સ જાળવવાનો નિર્ણય હવે સંપૂર્ણપણે બૅન્કોનો પોતાનો છે. રિઝર્વ બૅન્કે બધી બૅન્કોને તેમના ગ્રાહકો માટે મિનિમમ બૅલૅન્સ-મર્યાદા નક્કી કરવાનો અધિકાર આપ્યો છે. કેટલીક બૅન્કો ૧૦,૦૦૦ રૂપિયા સુધીનું મિનિમમ બૅલૅન્સ જાળવી રહી છે, કેટલીક બૅન્કો ૨૦૦૦ પર કામ કરી રહી છે, જ્યારે ઘણી બૅન્કોએ આ શરત સંપૂર્ણપણે દૂર કરી દીધી છે.

