ફુગાવાનો દર ૨.૦૭ ટકા પર પહોંચ્યો
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
રીટેલ ઇન્ફ્લેશન (છૂટક ફુગાવો) ઑગસ્ટમાં નજીવો વધીને ૨.૦૭ ટકા થયો હતો, જે પાછલા મહિનામાં ૧.૬૧ ટકા હતો. એનું મુખ્ય કારણ શાકભાજી, માંસ અને માછલીના ભાવમાં વધારો છે. ગઈ કાલે જાહેર કરાયેલા સરકારી આંકડામાં આ વાત કહેવામાં આવી છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પર આધારિત ફુગાવો ઑગસ્ટ ૨૦૨૪માં ૩.૬૫ ટકા હતો. સતત ૯ મહિના સુધી ઘટ્યા બાદ છૂટક ફુગાવામાં ફરી એક વાર વધારો જોવા મળ્યો છે.

