હુમલાખોરોએ બસના કાચ તોડી નાખ્યા હતા અને મુસાફરોને લૂંટી લીધા હતા
ગુજરાતી પ્રવાસીઓ નેપાલથી સુરક્ષિત પરત: હિંસાગ્રસ્ત નેપાલમાંથી સુરક્ષિત પરત ફરેલા ગુજરાતના પ્રવાસીઓનું અમદાવાદમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.
નેપાલના પશુપતિનાથ મંદિરનાં દર્શન કરવા ગયેલા આંધ્ર પ્રદેશના પ્રવાસીઓની બસ પર કાઠમાંડુમાં હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ બસના કાચ તોડી નાખ્યા હતા અને મુસાફરોને લૂંટી લીધા હતા. આ પ્રવાસીઓ મંદિરમાં દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો. પથ્થરબાજી કરીને હુમલાખોરોએ બસના કાચ તોડી નાખ્યા હતા અને પછી પ્રવાસીઓના મોબાઇલ, રોકડા પૈસા અને બૅગ-પાકીટ બધું લૂંટી ગયા હતા. હુમલામાં ૮ જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. જોકે નેપાલની સેનાના જવાનો તાત્કાલિક પ્રવાસીઓની મદદે દોડી આવ્યા હતા. આ પ્રવાસીઓને સુરક્ષિત કરીને વિમાન દ્વારા ભારતમાં લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બસના ડ્રાઇવર રાજે જણાવ્યું હતું કે જ્યારે બસ ભારત પાછી ફરી રહી હતી ત્યારે ટોળાએ એના પર હુમલો કર્યો હતો. ઘાયલ મુસાફરોની સારવાર કરવામાં આવી રહી છે.

