ડૉલર સામે રૂપિયાએ પહેલી વાર ૯૫ના સ્તરને વટાવી દીધું એટલું જ નહીં, એણે નવું નીચલું સ્તર પણ બનાવ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
ડૉલર સામે રૂપિયાએ પહેલી વાર ૯૫ના સ્તરને વટાવી દીધું એટલું જ નહીં, એણે નવું નીચલું સ્તર પણ બનાવ્યું હતું. નોંધપાત્ર રીતે રૂપિયો એના દિવસના ઉચ્ચતમ સ્તરથી ૨.૩૩ રૂપિયા ઘટ્યો હતો. હાલમાં વૈશ્વિક પરિસ્થિતિ અને ડેટા પર વિશ્વાસ કરવામાં આવે તો આગામી દિવસોમાં રૂપિયામાં વધુ ઘટાડો જોવા મળી શકે છે.
ગઈ કાલે રૂપિયો ૯૩.૨૪૭ના સ્તરે મજબૂત થયો હતો. જોકે ટ્રેડિંગ સત્ર દરમ્યાન ડૉલર સામે રૂપિયો ૨.૩૩ રૂપિયા ઘટીને ૯૫.૫૮ના સ્તરે પહોંચ્યો હતો. બપોરે ૩:૨૦ વાગ્યે ડૉલર સામે રૂપિયો ૦.૪૧ ટકા ઘટીને ૯૫.૧૫૭ પર ટ્રેડ કરી રહ્યો હતો. ટ્રેડિંગ-સેશન દરમ્યાન ડૉલર સામે રૂપિયો ૯૫.૫૮ના અત્યાર સુધીના નીચલા સ્તર પર પહોંચી ગયો હતો. લગભગ એક વર્ષમાં ડૉલર સામે રૂપિયો આશરે ૧૨ રૂપિયા ઘટ્યો છે. શુક્રવારે રૂપિયો ડૉલર સામે ૯૪.૮૫ના ઐતિહાસિક નીચા સ્તરે બંધ થયો હતો, જેમાં ૮૯ પૈસાનો મોટો ઘટાડો થયો હતો.
