Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > IPS ઑફિસરે લગ્ન માટે જાન લઈને જતાં પહેલાં માનું દૂધ પીધું

IPS ઑફિસરે લગ્ન માટે જાન લઈને જતાં પહેલાં માનું દૂધ પીધું

Published : 31 March, 2026 11:47 AM | IST | Rajasthan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજસ્થાનમાં આજકાલ ઉત્તર પ્રદેશ કૅડરના બે IPS અધિકારીઓનાં લગ્ન ચર્ચામાં છે.

IPS ઑફિસરે જૂની સ્તનપાનની પરંપરાને અનુસરી હતી. એવું કહેવાય છે કે આ રસમથી દીકરો માના દૂધનો ઋણસ્વીકાર કરે છે

અજબ ગજબ

IPS ઑફિસરે જૂની સ્તનપાનની પરંપરાને અનુસરી હતી. એવું કહેવાય છે કે આ રસમથી દીકરો માના દૂધનો ઋણસ્વીકાર કરે છે


રાજસ્થાનમાં આજકાલ ઉત્તર પ્રદેશ કૅડરના બે IPS અધિકારીઓનાં લગ્ન ચર્ચામાં છે. સંભલના IPS ઑફિસર કૃષ્ણ કુમાર બિશ્નોઈ અને બરેલીની SP અંશિકા વર્માનાં લગ્નની કેટલીક તસવીરો વાઇરલ થઈ છે. એમાં ઑફિસર દુલ્હાના વેશમાં સજ્જ થઈને બારાત લઈને નીકળતાં પહેલાં માનું સ્તનપાન કરે છે. એ પછી મા તેને આશીર્વાદ આપીને લગ્ન માટે વિદાય કરે છે. રાજસ્થાનમાં દુલ્હાની સ્તનપાનની પ્રક્રિયા ‘દૂધ પિલાઈ’ અથવા ‘આંચલ પીના’ રસમ કહેવાય છે. બિશ્નોઈ સમાજમાં આ સદીઓથી ચાલતી પૌરાણિક પરંપરા છે. આ પરંપરામાં દુલ્હો લગ્ન માટે સજ્જ થઈને જ્યારે બારાત માટે પ્રસ્થાન કરતો હોય ત્યારે તે પહેલાં માતા પાસે આવે છે અને માતા તેને પ્રતીકાત્મક રીતે સ્તનપાન કરાવે છે. એ દરમ્યાન માતા દીકરાના માથે હાથ ફેરવીને ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરવા માટે આશીર્વાદ આપે છે અને યાદ દેવડાવે છે કે દૂધનું કરજ ભૂલતો નહીં. હવે કેટલાક લોકો આ પરંપરા માટે થાળીમાં દૂધ કાઢીને દીકરાને પીવા આપે છે, પરંતુ IPS ઑફિસરે જૂની સ્તનપાનની પરંપરાને અનુસરી હતી. એવું કહેવાય છે કે આ રસમથી દીકરો માના દૂધનો ઋણસ્વીકાર કરે છે. 


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2026 11:47 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK