Share Market: અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ઘટાડા સાથે લાલ નિશાનમાં ખુલ્યા હતા. BSE અને NSEમાં પણ ભારે ઘટાડો
શેરબજારની પ્રતીકાત્મક તસવીર
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા તેજ થઈ રહ્યા છે એ વચ્ચે શેરબજાર (Share Market) પર પણ માઠી અસર થઈ હોય એમ કહી શકાય. ભારત-પાકિસ્તાન તણાવની અસર ભારતીય શેરબજાર પર થઈ છે.
આજે શુક્રવારે શુક્રવારે એટલે કે અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ઘટાડા સાથે લાલ નિશાનમાં ખુલ્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ ઇન્ડેક્સ જેવો ખૂલ્યો કે તરત જ ખરાબ રીતે ઘટવા લાગ્યો હતો અને તે ઘટીને 78,968 ના સ્તરે પહોંચી ગયો હતો. બીજી બાજુ નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં પણ લગભગ 200 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે.
ADVERTISEMENT
રિલાયન્સ શેરથી (Share Market) લઈને ટાટા સ્ટોક સુધીના તમામ શેર રેડ ઝોનમાં જોવા મળ્યા હતા. વૈશ્વિક બજારમાંથી સકારાત્મક સંકેતો મળી રહ્યા હતા પ્લસ જાપાનના નિક્કીથી ગિફ્ટ નિફ્ટી ગ્રીન ઝોનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા પરંતુ હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેના હુમલાની ગતિવિધિઓ તેજ થઈ રહી છે તેમેતેમ તેની પ્રતિકૂળ અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે.
સેન્સેક્સ 78,968ના સ્તરે ખુલ્યો, જે તેના અગાઉના બંધ 80,334.81થી નીચે સરકી ગયો હતો. થોડીવારમાં જ આ ઘટાડામાં રિકવરી આવી અને 10 મિનિટમાં જ સેન્સેક્સ 700 પોઈન્ટ ઘટીને 79,633 પર ટ્રેડ થતો જોવા મળ્યો.
આ જ પ્રમાણે શરૂઆતના આજના ટ્રેડિંગ દરમિયાન શેરબજાર (Share Market)માં આવેલા આ મોટા ઘટાડા વચ્ચે 2014 જેટલી કંપનીઓના શેર તેમના અગાઉના બંધ ભાવની તુલનામાં ઘટાડા સાથે રેડ ઝોનમાં ખૂલ્યા હતા.
ગ્રીન ઝોનમાં 327 કંપનીઓના શેર વધારા સાથે ખુલ્યા અને આ દરમિયાન બધી સંરક્ષણ કંપનીઓના શેર રોકેટ ગતિએ આગળ વધતા જોવા મળ્યા. 71 કંપનીઓની સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.
શરૂઆતની ટ્રેડિંગની વાત કરવામાં આવે તો, ટાઇટન કંપની, એલ એન્ડ ટી, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ સૌથી વધારે આગળ વધ્યા હતા. જ્યારે પાવર ગ્રીડ કોર્પ, અદાણી પોર્ટ્સ, એટરનલ, અદાણી એન્ટરપ્રાઇઝ, એશિયન પેઇન્ટ્સના શેર ઘટાડા સાથે ખુલ્યા હતા.
તમને માહિતી આપી દઈએ કે ગુરુવારે ભારત-પાકિસ્તાન સરહદ પર વધતા તણાવ વચ્ચે ટ્રેડિંગના (Share Market) છેલ્લા કલાકમાં ભારે વેચવાલીથી સ્થાનિક શેરબજારનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ લગભગ 412 પોઈન્ટ ઘટ્યો હતો, જ્યારે નિફ્ટી 140 પોઈન્ટ ઘટ્યો હતો. ત્યારબાદ સેન્સેક્સ 411.97 પોઈન્ટ ઘટીને 80,334.81 પર બંધ થયો હતો. જેમાં 23 શેર લાલ ઝોનમાં બંધ થયા. સેન્સેક્સ વધારા સાથે ખુલ્યો અને ખરીદીને કારણે તે એક સમયે ૮૦,૯૨૭.૯૯ પોઈન્ટની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે આજે સ્થાનિક શેરબજારમાં ઘણી ગતિવિધિઓ જોવા મળી શકે છે.
(ડિસ્ક્લેમર: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરો તે પહેલાં શેરમાર્કેટ નિષ્ણાતોની સલાહ લેવી. આ લેખ માહિતીને આધારે લખાયેલો હોઇ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તેની પુષ્ટિ કરતું નથી)

