IPL 2025: ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તનાવને કારણે પાકિસ્તાને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપી
IPL ટીમ દિલ્હી કેપિટલ્સનું હોમ ગ્રાઉન્ડ છે આ મેદાન (દિલ્હી કેપિટલ્સ ટીમની ફાઇલ તસવીર)
ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે વધી રહેલા તણાવ (India-Pakistan tension) અને યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (Board of Control for Cricket in India - BCCI)એ શુક્રવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ - આઇપીએલ (Indian Premier League – IPL)ની હાલ ચાલી રહેલી સિઝન આઇપીએલ ૨૦૨૫ (IPL 2025) મુલતવી રાખવાનો નિર્ણય (IPL 2025 Suspended) લીધો. BCCI એ દેશ અને ખેલાડીઓની સુરક્ષાને સર્વોપરી રાખીને આ નિર્ણય લીધો છે. આ દરમિયાન, દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (Delhi and District Cricket Association- DDCA)ને ધમકીભર્યો મેઇલ મળ્યો છે. જેમાં દિલ્હી (New Delhi)ના અરુણ જેટલી સ્ટેડિયમ (Arun Jaitley Stadium)ને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે.
દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA)ને શુક્રવારે એક ઇ-મેઇલ મળ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીના ઐતિહાસિક અરુણ જેટલી સ્ટેડિયમમાં બોમ્બ હોવાની ધમકી (Delhi`s Arun Jaitley stadium receives bomb threat) આપવામાં આવી છે. સમાચાર એજન્સી આઇએએનએસ (IANS)એ આ માહિતી આપી છે. આ મેદાન IPL ટીમ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)નું હોમ ગ્રાઉન્ડ છે. અહીં ૧૧ મેના રોજ દિલ્હી અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) વચ્ચે મેચ યોજાવાની હતી.
ADVERTISEMENT
આ મામલે DDCA એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે. સમાચાર એજન્સી આઇએએનએસ અનુસાર, DDCA ને મળેલા મેઇલમાં લખ્યું છે કે, "તમારા સ્ટેડિયમમાં બોમ્બ વિસ્ફોટ થશે. ભારતમાં અમારા પાકિસ્તાની સ્લીપર સેલ છે જે આ સમયે ખૂબ સક્રિય છે. આ વિસ્ફોટ ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor)નો બદલો હશે."
The Arun Jaitley Stadium received a bomb threat via email on Friday morning, and a police complaint has been registered, a top DDCA official told IANS. “There will be a bomb blast in your stadium. We have a committed Pakistan sleeper cell active in India. The blast will be our… pic.twitter.com/vkOgUEY5DT
— IANS (@ians_india) May 9, 2025
જોકે, આ પહેલી વાર નથી જ્યારે કોઈ સ્ટેડિયમને બોમ્બ વિસ્ફોટની ધમકી આપવામાં આવી હોય. આ IPL દરમિયાન, કોલકાતા (Kolkata)ના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ (Eden Gardens Stadium)ને પણ આવી જ ધમકી મળી હતી. આ ઉપરાંત, જયપુર (Jaipur)ના સવાઈ માનસિંહ સ્ટેડિયમ (Sawai Mansingh Stadium) અને ગુજરાત (Gujarat)ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)ને પણ બોમ્બ વિસ્ફોટની ધમકી મળી હતી.
એટલું જ નહીં, જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પહેલગામ (Pahalgam)માં થયેલા ભયાનક આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir) અને ઝડપી બોલર મોહમ્મદ શમી (Mohammed Shami)ને ઈમેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.
તમને જણાવી દઈએ કે, ભારત (India)નું સ્વર્ગ ગણાતા જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પહેલગામ (Pahalgam)માં ૨૨ એપ્રિલે મંગળવારે થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack)ના જવાબમાં ભારતે મંગળવારે રાત્રે લગભગ ૧.૪૪ વાગ્યે, ભારતે પાકિસ્તાન (Pakistan) અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (Pakistan Occupied Kashmir)માં આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો હતો. જેને ઓપરેશન સિંદૂર (Operation Sindoor) નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવો વધી રહ્યાં છે.

