Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શૅરબજાર: ૮થી ૧૧ મહત્ત્વની ટર્નિંગ

નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શૅરબજાર: ૮થી ૧૧ મહત્ત્વની ટર્નિંગ

Published : 09 November, 2026 12:58 PM | IST | Mumbai
Ashok Trivedi

નીચામાં ૭૮,૫૨૦ નીચે ૭૭,૬૧૬ સપોર્ટ ગણાય. તા. ૮થી ૧૧ ગેઇનની ટર્નિંગના દિવસો ગણાય. આ દિવસોના ઊંચા-નીચા ભાવોનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે પણ કરી શકાય.

પ્રતીકાત્મક તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૨૩૫ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૧૯૩૩.૫૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૫,૦૩૨.૪૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૬૫૬૮.૫૦ પૉઇન્ટના નેટ સુધારે ૮૧,૦૨૮.૦૨ બંધ રહ્યો. ઉપરમાં ૮૧,૦૨૮ ઉપર ૮૧,૫૨૦, ૮૨,૪૫૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૮,૫૨૦ નીચે ૭૭,૬૧૬ સપોર્ટ ગણાય. તા. ૮થી ૧૧ ગેઇનની ટર્નિંગના દિવસો ગણાય. આ દિવસોના ઊંચા-નીચા ભાવોનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે પણ કરી શકાય.
બજાર હાઇલી ઓવરસોલ્ડ હતું જેથી સુધારો અનિવાર્ય હતો પણ એ આટલો ઝડપી અને આટલા મોટા પ્રમાણમાં આવશે એવી ધારણા નહોતી. FIIની વધારે પડતી મંદીની પોઝિશનના કારણે ઑપરેટરોએ ગેમ કરી નાખી. ક્રૂડ ઑઇલનો સંગીન ઘટાડો તેમ જ ટ્રમ્પની મિડ-ટર્મ પોલમાં કારમી હાર પણ કારણભૂત બની. જોકે તેજી ઑલરાઉન્ડ નથી. ઇન્ડેક્સમાં વધુ વેઇટેજ ધરાવતા શૅરોમાં જોરદાર સુધારો જોવાયો છે. ઝડપી સુધારાના કારણે બજાર ઝડપથી હાઇલી ઓવરબૉટ ઝોનમાં આવી ગયું છે. સાવચેત રહેવા જેવું ખરું.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૨,૨૭૬ અને ૨૧,૮૬૦ ગણાય. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૩,૬૬૮.૯૭ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
બજાજ ઑટો (૧૦,૯૦૦.૦૦) ઃ ૯૬૩૭ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦,૯૩૮ ઉપર ૧૧,૦૫૪, ૧૧,૨૩૦, ૧૧,૪૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૦,૭૦૦ નીચે ૧૦,૬૦૦ સપોર્ટ ગણાય. 
BSE (૩૮૦૦.૦૦) ઃ ૩૦૦૦ની બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૮૪૨ ઉપર ૩૮૯૬, ૩૯૮૬ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૩૭૧૪ નીચે ૩૬૪૫ સપોર્ટ ગણાય. નવા લેણમાં સાવચેતી જરૂરી. ઘટાડે ધ્યાન રાખવું.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૮,૯૭૯.૪૦) ઃ ૫૩,૯૩૧.૬૦ના ટૉપથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૯,૦૫૦ ઉપર ૫૯,૫૨૫, ૬૦,૨૫૦, ૬૦,૯૬૦, ૬૧,૬૮૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૭,૩૨૫ નીચે ૫૬,૬૮૦ સપોર્ટ ગણાય.

નિફ્ટી ફ્યુચર (૨૫,૦૩૨.૪૦): ૨૨,૨૬૮.૯૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫,૦૬૫ ઉપર ૨૫,૧૮૫, ૨૫,૪૫૦, ૨૫,૭૧૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૪,૩૮૦ ૨૪,૩૧૧, ૨૪,૦૦૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક જાર્ટ આપ્યો છે. 

ઍક્સિસ બૅન્ક (૧૩૨૨.૯૦): ૧૧૯૬.૯૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૨૫ ઉપર ૧૩૩૩, ૧૩૫૦, ૧૩૬૬, ૧૩૮૩ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૨૬૦ નીચે ૧૨૪૮ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

HDFC બૅન્ક (૭૮૮.૨૫): ૬૬૯.૨૯ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૮૯ ઉપર ૮૦૦, ૮૧૦, ૮૨૧, ૮૩૨, ૮૪૩ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૪૦ નીચે ૭૨૫ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. 

શૅરની સાથે શેર: ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું, મનને છે કેવું ઘેલું આ જર્જરીત જણસનું. - ડૉ. મુકુલ ચોક્સી


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2026 12:58 PM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK