Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > જપાનમાં ૫.૭ની તીવ્રતાના ધરતીકંપથી ભારે ખાનાખરાબી, ૨૦+ લોકો ઘાયલ

જપાનમાં ૫.૭ની તીવ્રતાના ધરતીકંપથી ભારે ખાનાખરાબી, ૨૦+ લોકો ઘાયલ

Published : 09 November, 2026 03:05 PM | IST | Japan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મધ્ય જપાનમાં રવિવારે મધરાતે ૧.૦૪ વાગ્યે ૫.૭ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતાં ૨૦થી વધુ લોકો ઘાયલ થયા હતા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મધ્ય જપાનમાં રવિવારે મધરાતે ૧.૦૪ વાગ્યે ૫.૭ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતાં ૨૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. જપાન મીટિયરોલૉજિકલ એજન્સીના જણાવ્યા મુજબ પશ્ચિમી શિઝુઓકા પ્રાંતમાં ૪૦ કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું. આ ભૂકંપને કારણે આઇચી અને શિઝુઓકા પ્રાંતમાં સૌથી વધુ નુકસાન થયું છે. જોકે કોઈ સુનામીની ચેતવણી આપવામાં આવી નથી.
જપાનમાં લોકો ગભરાઈને ઘરની બહાર ભાગતી વખતે દાદર પરથી પડી જતાં ઘાયલ થયા હતા. ક્યોટો, નારા, યામાનાશી અને ગિફુ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા, પરંતુ રાજધાની ટોક્યોમાં એની કોઈ અસર થઈ નહોતી. જોકે સ્થાનિક અધિકારીઓએ આગામી બે-ત્રણ દિવસમાં શક્તિશાળી આફ્ટરશૉક આવવાની ચેતવણી આપી હતી. સાવચેતીનાં પગલાંરૂપે શિઝુઓકા અને ગિફુ-હાશિમા સ્ટેશન વચ્ચે શિન્કાનસેન બુલેટ ટ્રેનની ઝડપ ઘટાડવામાં આવી હતી અને કેટલીક લોકલ ટ્રેન રદ કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2026 03:05 PM IST | Japan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK