ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ (IMPS)નું સપ્ટેમ્બર મહિનામાં લેણ-દેણનું વૉલ્યુમ પાંચ ટકા ઘટીને ૪૩ કરોડ રહ્યું હતું. ઑગસ્ટમાં એ ૪૫.૩ કરોડ હતું. મૂલ્યના આધારે લેણ-દેણ બે ટકા ઘટીને ૫.૬૫ લાખ કરોડ રહી હતી. ઑગસ્ટમાં એ ૫.૭૮ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)એ નવો રેકૉર્ડ બનાવ્યો છે અને સપ્ટેમ્બરમાં રોજ ૫૦ કરોડથી વધુ લેણ-દેણ થઈ છે અને એનું મૂલ્ય ૬૮,૮૦૦ કરોડ રૂપિયા રહ્યું છે. ઑગસ્ટમાં દરરોજ ૪૮.૩ કરોડ લેણ-દેણ થતી હતી જેનું મૂલ્ય ૬૬,૨૭૫ કરોડ રૂપિયા હતું. ૨૦૧૬માં આ પ્રથા શરૂ થઈ હતી અને રોજેરોજ એમાં વૃદ્ધિ થઈ રહી છે અને સપ્ટેમ્બરમાં એણે ૫૦ કરોડનો આંકડો પાર કર્યો હતો. નૅશનલ પેમેન્ટ્સ કમિશન ઑફ ઇન્ડિયા (NPCI)ના કહેવા મુજબ સપ્ટેમ્બર મહિનામાં UPI લેણ-દેણ વાર્ષિક આધાર પર ૪૨ ટકા વધી છે અને મૂલ્યના આધારે એમાં ૩૧ ટકાની વૃદ્ધિ થઈ છે. હવે UPI પેમેન્ટ ભારતીય જીવનશૈલીનો હિસ્સો બની ગયાં છે. લોકો ખરીદી કરવા કે સર્વિસ માટે પેમેન્ટ કરવા એનો ઉપયોગ કરી રહ્યા છે.
ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ (IMPS)નું સપ્ટેમ્બર મહિનામાં લેણ-દેણનું વૉલ્યુમ પાંચ ટકા ઘટીને ૪૩ કરોડ રહ્યું હતું. ઑગસ્ટમાં એ ૪૫.૩ કરોડ હતું. મૂલ્યના આધારે લેણ-દેણ બે ટકા ઘટીને ૫.૬૫ લાખ કરોડ રહી હતી. ઑગસ્ટમાં એ ૫.૭૮ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
ADVERTISEMENT
સપ્ટેમ્બરમાં ફાસ્ટૅગથી લેણ-દેણના આંકડા ત્રણ ટકા ઘટીને ૩૧.૮ કરોડ રહ્યા હતા. ઑગસ્ટ મહિનામાં ૩૨.૯ કરોડ લેણ-દેણમાં એનું મૂલ્ય ૫૬૧૧ કરોડ રૂપિયા હતું જે સપ્ટેમ્બરમાં મામૂલી વધીને ૫૬૨૦ કરોડ રૂપિયા રહ્યું હતું. જુલાઈમાં ૩૨.૩ કરોડ ટ્રાન્ઝૅક્શનમાં ૫૫૭૮ કરોડ રૂપિયાના મૂલ્યનો ટોલ-ટૅક્સ વસૂલ કરવામાં આવ્યો હતો. ૨૦૨૩ના સપ્ટેમ્બરની તુલનામાં વૉલ્યુમમાં ૭ ટકા અને મૂલ્યના આધારે ૧૦ ટકાનો વધારો નોંધાયો છે.
આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ (AePS)માં ૧૦ કરોડ ટ્રાન્ઝૅક્શન થયાં હતાં. એનું મૂલ્ય ૨૪,૧૪૩ કરોડ રૂપિયા રહ્યું હતું.