ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે મુલાકાત કર્યા બાદ ડોનલ્ડ ટ્રમ્પ કહે છે...
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ડોનલ્ડ ટ્રમ્પની મુલાકાત
અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ અને સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના હાઈ-પ્રોફાઇલ સ્ટેટ ડિનર દરમ્યાન પોર્ટુગીઝ સુપરસ્ટાર ફુટબૉલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ
વાઇટ હાઉસમાં હાજરી આપી હતી.
આ દરમ્યાન ટ્રમ્પે ઓવલ ઑફિસમાં રોનાલ્ડો અને તેની ભાવિ પત્ની જ્યૉર્જિના રૉડ્રિગ્સ સાથે મુલાકાત કરીને ફોટો પડાવ્યો હતો. ટ્રમ્પે વાઇટ હાઉસની પ્રતીકાત્મક ગોલ્ડન કી પણ રોનાલ્ડોને ગિફ્ટ આપી હતી.
ADVERTISEMENT
આ મુલાકાત દરમ્યાન ટ્રમ્પે કહ્યું હતું કે ‘મેં મારા દીકરા બૅરનની રોનાલ્ડો સાથે મુલાકાત કરાવી છે. હવે તે મને વધારે ઇજ્જત આપશે.’
ઑલમોસ્ટ ૩ વર્ષથી સાઉદી અરેબિયામાં ક્લબ ફુટબૉલ રમનાર રોનાલ્ડોએ ટ્રમ્પની પ્રશંસા કરીને તેમને દુનિયા બદલવામાં મદદ કરી શકે એવા લોકોમાંથી એક ગણાવ્યા હતા.


