Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સાવધાન! ડિજિટલ દુનિયામાં વડીલો છે સાઇબર ઠગોનો સૉફ્ટ ટાર્ગેટ

સાવધાન! ડિજિટલ દુનિયામાં વડીલો છે સાઇબર ઠગોનો સૉફ્ટ ટાર્ગેટ

Published : 04 May, 2026 02:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજકાલ હૅકર્સ પરિચિત વ્યક્તિ બનીને કે મદદના બહાને વેરિફિકેશન કોડ માગીને તમારું વૉટ્સઍપ હૅક કરી શકે છે

વૈશાલી શાહ ફન-ઍન-લર્ન સ્માર્ટફોન ક્લબનાં ફાઉન્ડર છે. તેઓ છેલ્લાં ઘણાં વર્ષોથી સિનિયર સિટિઝનોને ઈ-બૅન્કિંગ, સોશ્યલ મીડિયાનો ઉપયોગ, ઑનલાઇન શૉપિંગ, કૅબ-બુકિંગ વગેરે વસ્તુઓ શીખવે છે.

What’s On My Mind?

વૈશાલી શાહ ફન-ઍન-લર્ન સ્માર્ટફોન ક્લબનાં ફાઉન્ડર છે. તેઓ છેલ્લાં ઘણાં વર્ષોથી સિનિયર સિટિઝનોને ઈ-બૅન્કિંગ, સોશ્યલ મીડિયાનો ઉપયોગ, ઑનલાઇન શૉપિંગ, કૅબ-બુકિંગ વગેરે વસ્તુઓ શીખવે છે.


આજના સમયમાં ટેક્નૉલૉજી જેટલી આશીર્વાદરૂપ છે એટલી જ જોખમી પણ સાબિત થઈ રહી છે, કારણ કે ડિજિટલ છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે અને સાઇબર ઠગોનો મુખ્ય ટાર્ગેટ મોટા ભાગે એકલા રહેતા સિનિયર સિટિઝનો જ હોય છે. આ ઠગો ડર અને ટેક્નૉલૉજી પ્રત્યેની ઓછી જાણકારીનો ફાયદો ઉઠાવીને લોકોને શિકાર બનાવે છે, જેનાથી બચવા માટે સતર્કતા જ સૌથી મોટું કવચ છે.

આજના સમયમાં બૅન્કિંગ વ્યવહાર માટે બૅન્ક સુધી ધક્કા ખાવાની જરૂર નથી, પરંતુ ડિજિટલ ટ્રાન્ઝૅક્શન કરતી વખતે સાવધાની રાખવી અનિવાર્ય છે. આપણે જ્યારે નેટ બૅન્કિંગ કે UPI (Google Pay, PhonePe) વાપરીએ છીએ ત્યારે બે બાબતો મુખ્ય છે : એક સુવિધા અને બીજી સુરક્ષા. વડીલોએ ખાસ સમજવું જોઈએ કે બૅન્ક ક્યારેય ફોન પર તમારો પર્સનલ પિન (PIN), પાસવર્ડ કે OTP માગતી નથી. ખરેખર તો બૅન્કિંગ ફ્રૉડથી બચવા માટે હંમેશાં બૅન્કની સત્તાવાર ઍપનો જ ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ અજાણી વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલી લિન્ક પર ક્લિક કરીને પેમેન્ટ કરવું કે વિગતો ભરવી જોખમી સાબિત થઈ શકે છે. જો ભૂલેચૂકે કોઈ ખોટો વ્યવહાર થઈ જાય તો તરત જ તમારી બૅન્કને જાણ કરીને કાર્ડ કે અકાઉન્ટ બ્લૉક કરાવી દેવું જોઈએ.



આજકાલ હૅકર્સ પરિચિત વ્યક્તિ બનીને કે મદદના બહાને વેરિફિકેશન કોડ માગીને તમારું વૉટ્સઍપ હૅક કરી શકે છે. જો આવી કોઈ ઘટના બને અને તમારું વૉટ્સઍપ હૅક થઈ જાય તો ગભરાવાને બદલે સૌથી પહેલાં તમારા કુટુંબીજનો, મિત્રો અને પાડોશીઓને ફોન કરીને જાણ કરવી જોઈએ કે તમારું અકાઉન્ટ હૅક થયું છે એટલે તેઓ કોઈ આર્થિક છેતરપિંડીમાં ન ફસાય. ત્યાર બાદ તરત લોકલ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી, સાઇબર ક્રાઇમ સેલમાં જાણ કરવી અથવા ભારત સરકારની હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર કૉલ કરીને cybercrime.gov.in પર ઑનલાઇન ફરિયાદ કરવી હિતાવહ છે. સુરક્ષાના ભાગરૂપે વૉટ્સઍપના સેટિંગ્સમાં જઈને લિન્ક્ડ ડિવાઇસિસ તપાસવું જોઈએ અને જો કોઈ અજાણ્યું ડિવાઇસ દેખાય તો તરત જ લૉગ-આઉટ કરવું જોઈએ. જો હૅકરે ટૂ-સ્ટેપ વેરિફિકેશન પિન સેટ કર્યો હોય તો વૉટ્સઍપ ૭ દિવસ રાહ જોવાનું કહી શકે છે. એવા સમયે ગ્રુપના સભ્યોને જાણ કરી પોતાને ગ્રુપમાંથી રીમૂવ કરાવી દેવા જોઈએ. 
આ ઉપરાંત હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગૅસના ભાવ અને સપ્લાયની અનિશ્ચિતતાનો ફાયદો ઉઠાવીને સાઇબર ગુનેગારો પાઇપ્ડ ગૅસનું બિલ બાકી હોવાના નામે નવા પેંતરા અજમાવી રહ્યા છે. તેઓ લોકોને ડરાવે છે કે જો અત્યારે પેમેન્ટ નહીં કરો તો આજે રાત્રે જ કનેક્શન કાપી નાખવામાં આવશે. આવી ધમકીઓથી ડર્યા વગર હંમેશાં કંપનીની સત્તાવાર ઍપ અથવા Google Pay અને PhonePe જેવાં અધિકૃત માધ્યમોથી જ બિલ ભરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઈ પણ શંકાસ્પદ મેસેજમાં આવેલી લિન્ક દ્વારા પેમેન્ટ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે સાવધાની રાખવી એ જ સુરક્ષિત રહેવાનો શ્રેષ્ઠ માર્ગ છે.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2026 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK