Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાજસ્થાનના ફલોદીના સટ્ટાબજારમાં પશ્ચિમ બંગાળમાં મોટો ઊલટફેર

રાજસ્થાનના ફલોદીના સટ્ટાબજારમાં પશ્ચિમ બંગાળમાં મોટો ઊલટફેર

Published : 04 May, 2026 07:19 AM | IST | West Bengal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલાં TMC ફેવરિટ હતી, હવે BJP આગળ નીકળી ગઈ.નવાં સમીકરણો અનુસાર હવે BJPને ૧૫૦-૧૫૨ બેઠકો અને TMCને ૧૩૭-૧૪૦ બેઠકો પર પાછળ રહેતી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પશ્ચિમ બંગાળની સત્તાની ચાવી કોના હાથમાં જશે એનો ફેંસલો તો આજે આવી જશે, પરંતુ એ પહેલાં સટ્ટાબજારમાં પણ ચોંકાવનારા ઊલટફેર થઈ ગયા છે. ચૂંટણીઓમાં એક્ઝિટ પોલ ઉપરાંત રાજસ્થાનના ઐતિહાસિક ફલોદીના સટ્ટાબજાર પર અનેક લોકોની નજર ટકેલી છે. ચૂંટણી શરૂ થઈ ત્યારે ફલોદીનું સટ્ટાબજાર TMCની જીત માટે આશ્વસ્ત હતું. એ વખતે બજારમાં TMCને ૧૫૮-૧૬૧ બેઠકો સાથે જીત અને BJP ૧૨૭-૧૩૦ બેઠકો પર અટકી ગયેલી હોવાનો દાવ હતો. જોકે ૨૯ એપ્રિલે થયેલા બીજા તબક્કાના મતદાન પછી રાજ્યમાં થયેલા બમ્પર ૯૨.૪૭ ટકા મતદાને સટ્ટાબજારનાં સમીકરણો બદલી નાખ્યાં હતાં. 

મતગણતરીના એક દિવસ પહેલાં એટલે કે ગઈ કાલે ફલોદીના સટ્ટાબજારમાં બાજી BJPની સરકાર બનવાની સંભાવના જતાવી રહી છે. નવાં સમીકરણો અનુસાર હવે BJPને ૧૫૦-૧૫૨ બેઠકો અને TMCને ૧૩૭-૧૪૦ બેઠકો પર પાછળ રહેતી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. 



ભવાનીપુરમાં દીદી પર ખતરો


સટ્ટાબજારની સિસ્ટમમાં જેનો ભાવ જેટલો વધુ હોય એટલું એને નબળું માનવામાં આવે છે. ભવાનીપુર બેઠક પર મમતા બૅનરજી પર ૨૦-૨૫ પૈસાનો ભાવ લાગેલો હતો જે વધીને ૫૦ પૈસા પહોંચી ગયો છે. આ બદલાયેલા ભાવ મમતા બૅનરજીને ફરી એક વાર તેમની જ સીટ પર નબળાં પડવા તરફ ઇશારો કરી રહ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2026 07:19 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK