ફાલતામાં ફરીથી વોટિંગના આદેશથી TMCના સેક્રેટરી અભિષેક બૅનરજી ભડક્યા, લખ્યું કે અમને નુકસાન પહોંચાડવા માટે બાંગ્લા-વિરોધી ગુજરાતી ગૅન્ગે ૧૦ જનમ લેવા પડશે
અભિષેક બૅનરજી
પશ્ચિમ બંગાળમાં ઉત્તર પ્રદેશના સિંઘમ તરીકે જાણીતા અજય પાલ શર્મા અને TMCના ઉમેદવાર જહાંગીર ખાન વચ્ચે ઘર્ષણ થયા પછી ફાલતાની બેઠક પર ૨૧ મેએ બીજી વાર મતદાન કરવાની જાહેરાત કરી હતી. ચૂંટણીપંચના આ નિર્ણય પર TMCના સેક્રેટરી અભિષેક બૅનરજીએ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સહિત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર નિશાન તાક્યું હતું. તેમણે BJPના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી સેલના પ્રમુખ અમિત માલવીયની પોસ્ટ પર લખ્યું હતું, તમારી બાંગ્લા-વિરોધી ‘ગુજરાતી ગૅન્ગ’ અને તેમના પ્યાદા જ્ઞાનેશ કુમારને મારા ડાયમન્ડ હાર્બર મૉડલને જરા પણ નુકસાન પહોંચાડવા માટે ૧૦ જનમ પણ ઓછા પડશે.
તેમણે ત્યાં સુધી લખી નાખ્યું હતું કે ‘તમારી પાસે જેકંઈ છે એ બધું લઈ આવો. હું કેન્દ્ર સરકારને પડકાર આપું છું કે ફાલતા આવો. તમારા સૌથી તાકાતવાન લોકોને મોકલો. દિલ્હીથી કોઈ પણ ગૉડફાધરને મોકલો. જો હિંમત હોય તો ફાલતાથી ચૂંટણી લડો.’
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરલમ, આસામ અને પૉન્ડિચેરીનું ગણિત શું છે?
પશ્ચિમ બંગાળમાં કુલ ૨૯૪ બેઠકોમાંથી સરકાર બનાવવા માટે ૧૪૮ બેઠકો પર વિજય જરૂરી છે. જોકે આજે માત્ર ૨૯૩ બેઠકોનાં પરિણામ જ આવશે. ફાલતાની વિધાનસભા પર નવેસરથી મતદાન થશે.
તામિલનાડુમાં ૨૩૪ બેઠકોમાંથી સરકાર બનાવવા માટે ૧૧૮ બેઠકો પર વિજય
જરૂરી છે.
કેરલમમાં ૧૪૦ બેઠકોમાંથી સરકાર બનાવવા માટે ૭૧ બેઠકોની જરૂર છે.
આસામમાં કુલ ૧૨૬ બેઠકોમાંથી સરકાર બનાવવા માટે ૬૩ બેઠકની જરૂર છે.
પૉન્ડિચેરીમાં ૩૦ બેઠકોમાંથી ૧૬ પર જીતની જરૂર રહેશે.
