Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ટીનેજ દીકરીનું સ્માર્ટફોનનું વળગણ છોડાવવા પેરન્ટ્સે ૪ બાઉન્સર રાખીને ગોઠવ્યો ૨૪ કલાકનો પહેરો

ટીનેજ દીકરીનું સ્માર્ટફોનનું વળગણ છોડાવવા પેરન્ટ્સે ૪ બાઉન્સર રાખીને ગોઠવ્યો ૨૪ કલાકનો પહેરો

Published : 04 May, 2026 07:01 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટીનેજ દીકરીનું સ્માર્ટફોનનું વળગણ છોડાવવા પેરન્ટ્સે મહિને ૬૫,૦૦૦ રૂપિયાના ખર્ચે ૪ બાઉન્સર રાખીને ગોઠવ્યો ૨૪ કલાકનો પહેરો

AI ઇમેજ

AI ઇમેજ


ગુજરાતની ચોંકાવનારી ઘટના : સ્ક્રીન-ઍડિક્શનને કારણે હિંસક વર્તણૂક કરતી ૧૬ વર્ષની છોકરી મમ્મી પર હુમલો કરી ચૂકી છે, ટીવી તોડી ચૂકી છે અને માઇક્રોવેવ અવન ઘરમાંથી નીચે ફેંકી ચૂકી છે

ગુજરાતમાં સોશ્યલ મીડિયા અને મોબાઇલ ફોનના વધુપડતા વળગણને કારણે ૧૬ વર્ષની છોકરીની વર્તણૂક એટલી હિંસક બની ગઈ કે તેનાં મમ્મી-પપ્પાએ તેના પર ૨૪ કલાક નજર રાખવા માટે ૪ બાઉન્સર ભાડે રાખ્યા છે. આ ટીનેજરને જ્યારે પણ ફોન લેવાની ના પાડવામાં આવે છે ત્યારે તે અત્યંત આક્રમક બની જતી હોવાથી તેની સુરક્ષા અને શિસ્ત માટે પરિવાર દર મહિને આશરે ૬૫,૦૦૦ રૂપિયાનો ખર્ચ કરી રહ્યો છે.



તબીબી અહેવાલો અનુસાર આ ટીનેજર સોશ્યલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે વાત કરવાની અને ફોટોગ્રાફ્સ શૅર કરવાની એટલી હદ સુધી આદિ બની ગઈ હતી કે તેણે છૂપી રીતે ઘરની બહાર નીકળવાનું પણ શરૂ કર્યું હતું. મમ્મી-પપ્પાએ જ્યારે તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે ઘરમાં તોડફોડ કરીને ઘરવખરીનાં મોંધાં સાધનો અને ટીવી તોડી નાખ્યાં હતાં. હદ તો ત્યારે થઈ જ્યારે તેણે હાઇરાઇઝ અપાર્ટમેન્ટમાંથી માઇક્રોવેવ અવન નીચે ફેંકી દીધું હતું. તેને રોકવા ગયેલી તેની મમ્મી પર પણ તેણે હિંસક હુમલો કર્યો હતો. હાલ આ ૪ બાઉન્સરો બે શિફ્ટમાં તેના પર સતત ચોકીપહેરો ભરે છે જેથી તે મોબાઇલનો ઉપયોગ ન કરી શકે. મનોચિકિત્સકોના મતે કોરોનાકાળ પછી બાળકોમાં વધેલી સ્ક્રીન-એડિક્શનની સમસ્યા હવે ગંભીર માનસિક અને વર્તણૂક સંબંધી વિકૃતિઓનું સ્વરૂપ લઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2026 07:01 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK