Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આપણી સામે આપણાં વખાણ કરનારી દરેક વ્યક્તિ આપણી શુભેચ્છક નથી હોતી

આપણી સામે આપણાં વખાણ કરનારી દરેક વ્યક્તિ આપણી શુભેચ્છક નથી હોતી

Published : 12 October, 2025 12:55 PM | Modified : 12 October, 2025 05:54 PM | IST | Mumbai
Dr. Nimit Oza | feedbackgmd@mid-day.com

અપ્રિય બન્યા પછી મનમાં આવતી નારાજગીને સમજાવવા કરતાં જો અપ્રિયપણાનો સ્વીકાર કરી લેવામાં આવે તો જીવન વધારે સ્મૂધ અને સહેલું બની જતું હોય છે

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

ધ લિટરેચર લાઉન્જ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


જે ક્ષણે તમે પૂરા કન્વિક્શન અને પૅશન સાથે જીવન જીવવાની શરૂઆત કરો છો એ જ ક્ષણથી તમે કેટલાક લોકો માટે અકારણ અપ્રિય બનવા લાગો છો. પેલું કહે છેને ‘જબ લોગ આપકે ખિલાફ બોલને લગે, તો સમઝો તરક્કી કર રહે હો.’

‘બેટા, Be nice to people’ એવી કેળવણી તો આપણને આપવામાં આવે છે; પણ એના વિરુદ્ધ છેડે રહેલી વાસ્તવિકતા સમજતાં, સ્વીકારતાં અને પચાવતાં વર્ષો નીકળી જાય છે કે ‘People may not be nice to you’. જગતનું અંતિમ સત્ય એ છે કે આપણે ગમે એટલા પ્રયત્નો, સમજાવટ કે ખુલાસાઓ કરીએ; અમુક વ્યક્તિઓ માટે આપણે હંમેશાં અપ્રિય જ રહેવાના. And that brings me to the point કે આજના યુગમાં સૌથી મહત્ત્વનો ‘સદ્ગુણ’ જે આપણે વિકસાવવો રહ્યો એ છે ‘The Courage to be disliked’.



ફેસબુક અને ઇન્સ્ટામાં ‘લાઇક્સ’ની પાછળ ઘેલું થયેલું મન જ્યારે ‘Dislikes’નો આદર અને સ્વીકાર કરે છે ત્યારે આપણે ખરી સ્વતંત્રતા ભોગવી શકીએ છીએ. હંમેશાં આપણા વિરોધીઓ, ટીકાકારો અને Hatersના સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્ય માટેની પ્રાર્થના કરવી જેથી તેઓ લાંબા સમય સુધી આપણી સફળતા અને પ્રગતિ જોઈ શકે. અન્યની પ્રતિભા, લોકપ્રિયતા, સફળતા કે પ્રગતિથી ખુશ થવું એ સૌથી દુર્લભ પ્રતિભા છે. આ જગત ‘Fixed Mindset’ ધરાવતા લોકોથી ખીચોખીચ ભરેલું છે જ્યાં તેમને એવું લાગે છે કે અન્ય કોઈને સફળતા, તક કે લોકપ્રિયતા મળી ગઈ છે એટલે મને નહીં મળે.


હકીકતમાં આપણને નફરત કરનારા લોકોમાંથી મોટા ભાગના આપણા ‘Secret admirers’ હોય છે. પ્રગતિ અને સફળતાની નિશાળમાં ઈર્ષા નામની લાગણી usually નફરતનો યુનિફૉર્મ પહેરીને આવતી હોય છે. અબુધ ટીકાકારો એ નથી જાણતા કે તમે જેમની નિંદા કરો છો તેમની સાથે તમે ઊંડે-ઊંડે ક્યાંક જોડાતા જાઓ છો. Haters are actually confused admirers.
પોતાના પહાડ જેવા અહંકારને ઓળંગીને જેઓ અન્યનાં ખૂલીને વખાણ નથી કરી શકતા અથવા તો તનતોડ મહેનત કરીને અન્યના સ્તર સુધી નથી પહોંચી શકતા તેઓ સામાન્ય રીતે આ નફરત અને ટીકાના ખાબોચિયામાં રમતા હોય છે. એ વાત હંમેશાં યાદ રાખવી જરૂરી છે કે ‘You will only be criticized by someone doing less.’ જેમની પ્રતિભા, મહેનત, નિશ્ચય, નિષ્ઠા કે સ્તર તમારા કરતાં ઓછાં હશે તે જ તમારી નિંદા કરશે; કારણ કે જેઓ પોતાના શોખ, પૅશન કે ગમતી પ્રવૃત્તિમાં ગળાડૂબ હોય છે તેમની પાસે ક્યાં સમય હોય છે અન્યની ટીકા કે નફરત કરવાનો!

જે ક્ષણે તમે જીવન કે જાતના પ્રેમમાં પડો છો એ જ ક્ષણથી તમે અન્યના અભિપ્રાય, ટીકા કે વિરોધ પ્રત્યે Indifferent કે બેદરકાર થઈ જાઓ છો. એનો અર્થ એ નથી કે તમે કોઈ સફળતાની સીડી ચડી રહ્યા છો અને લોકો તમને પાડવાની કોશિશ કરે છે. એ રૂપક યોગ્ય નહીં ગણાય, કારણ કે ચડે એ પડે; પણ આ તો રસ્તો જડી જવાની વાત છે. પોતાની ટર્મ્સ પ્રમાણે જીવવાનો, પોતાના પૅશનને ફૉલો કરવાનો, ખુશ રહેવાનો અને બિન્દાસ આગળ વધતા રહેવાનો. જેમને આ રસ્તો નથી જડતો તેઓ અન્યના માર્ગ પર પથરા મૂકવાની પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ જાય છે. સૅડ બટ ટ્રુ. 


તો શું કરવું?

એક અદ્ભુત અંગ્રેજી ક્વોટ છે, ‘The higher you vibe, the smaller your tribe.’ તમારી ઊર્જા, વાઇબ્સ અને આત્મસન્માન જેમ-જેમ વધતાં જશે એમ-એમ તમારું વર્તુળ ઘટતું જશે. માનસિક શાંતિ અને જાતને પ્રોટેક્ટ કરવા માટે જેમ-જેમ તમે બાઉન્ડરી દોરતા જશો એમ-એમ ખ્યાલ આવશે કે જીવનના ઇનર સર્કલમાં બહુ જ મર્યાદિત ખેલાડીઓ બચ્યા છે અને એ જ ટીમમેટ્સ આપણો ‘પાવર-પ્લે’ બનાવતા હોય છે. ઑડિયન્સમાં બેઠેલા લોકોની ટીકા-ટિપ્પણીઓનો જવાબ આપનારા ક્યારેય પોતાની ગેમ પર ફોકસ નથી કરી શકતા.  

તો એ સભાનતા અને સ્વીકાર બહુ જરૂરી છે કે આપણને ‘લાઇક’ કરનારી, ‘હેલો, ગુડ મૉર્નિંગ’ કહેનારી કે આપણી સામે આપણાં વખાણ કરનારી દરેક વ્યક્તિ આપણી શુભેચ્છક નથી હોતી. બટ, ધૅટ્સ ઓકે. Some people are going to reject you, because you shine too bright for them. કેટલાક લોકો માત્ર તમને એટલા માટે ધિક્કારશે કારણ કે તમારું તેજ તેમના માટે અસહ્ય છે. 

ધૅટ્સ ફાઇન. એ લોકો તમારું લાઇટબિલ નથી ભરતા. 

So keep Shining!

Whatsapp-channel Whatsapp-channel

12 October, 2025 05:54 PM IST | Mumbai | Dr. Nimit Oza

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK