બ્રહ્મપુત્ર વૅલી ફિલ્મ ફેસ્ટિવલ આસામના ગુવાહાટીમાં આયોજિત થતો વાર્ષિક આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ છે. એની શરૂઆત ૨૦૧૩માં થઈ હતી અને એનો મુખ્ય ઉદ્દેશ ઉત્તર-પૂર્વ ભારતના સિનેમા, સંસ્કૃતિ અને પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો છે.
ઝુબીન ગર્ગ
ચોથી-પાંચમી ડિસેમ્બરે યોજાયેલો બ્રહ્મપુત્ર વૅલી ફિલ્મ ફેસ્ટિવલ હાલમાં સ્થગિત કરવામાં આવ્યો છે અને હવે ૨૦૨૬માં કોઈ અન્ય તારીખે એનું આયોજન કરવામાં આવશે. ફિલ્મ ફેસ્ટિવલના આયોજકોએ આ નિર્ણય આસામના દિવંગત પ્રખ્યાત ગાયક ઝુબીન ગર્ગના સન્માનમાં લીધો છે. આ ફિલ્મ ફેસ્ટિવલની ડિરેક્ટર તનુશ્રી હઝારિકાએ સત્તાવાર નિવેદન આપતાં કહ્યું હતું કે ‘ઝુબીન ગર્ગનું અવસાન માત્ર આસામ માટે જ નહીં, એ દરેક વ્યક્તિ માટે નુકસાન છે જેણે તેમની કળા દ્વારા તેમનો લય અને ઓળખ મેળવ્યાં છે. જ્યારે લોકો ઝુબીન ગર્ગના અવસાનના શોકમાં ડૂબેલા હોય ત્યારે ફિલ્મ ફેસ્ટિવલનો જશન મનાવવો યોગ્ય નથી લાગતું. આ વર્ષે અમે ઝુબીનને યાદ કરવા, ચિંતન કરવા અને સન્માન આપવા માટે રોકાઈ ગયા છીએ.’