કિચન સારી રીતે ઑર્ગેનાઇઝ્ડ અને વ્યવસ્થિત રહે એ માટે માર્કેટમાં ઘણી એવી પ્રોડક્ટ્સ મળે છે જે ખરેખર હેલ્પફુલ છે અને એ કિચનની સુંદરતામાં વધારો કરે છે
ફરતી મસાલા રૅક્સ, કિચનની કૉર્નર કૅબિનેટ્સ
કિચન સારી રીતે ઑર્ગેનાઇઝ્ડ અને વ્યવસ્થિત રહે એ માટે માર્કેટમાં ઘણી એવી પ્રોડક્ટ્સ મળે છે જે ખરેખર હેલ્પફુલ છે અને એ કિચનની સુંદરતામાં વધારો કરે છે
કિચન ઑર્ગેનાઇઝેશન સગવડ પૂરતી બાબત નથી, એ એક પ્રકારનું બ્યુટી-ઍડિશન છે. કિચનને આધુનિક, સ્ટાઇલિશ અને ટ્રેન્ડી લુક આપે છે. કિચનમાં પ્રવેશતાં જ સૌથી પહેલી નજર કાઉન્ટર ટૉપ પર જાય છે. જો એ ઑર્ગેનાઇઝ્ડ ન લાગે તો આખા કિચનની સુંદરતા મરી જાય છે. નાનાં વાસણ ગોઠવાઈ જાય અને એ જોઈએ એ પ્રમાણે રોટેટ પણ થઈ શકે એવી કિચન-ટ્રૉલી અત્યારે ટ્રેન્ડમાં છે અને એનું કારણ જ એ છે કે રોજિંદા વપરાશની આ વસ્તુઓ હાથવગી રહે છે. કિચનમાં કામ કરીએ એટલે હાથ ગંદા થવાના જ છે એથી સાબુ કે હૅન્ડવૉશ માટે એકસમાન ડિઝાઇનવાળાં ડિસ્પેન્સર કિચન-કાઉન્ટરને વધુ સ્ટાઇલિશ બનાવે છે. રોલિંગ ડિશ રૅક જગ્યા બચાવવાની સાથે કિચનને મૉડર્ન ટચ પણ આપે છે.
ADVERTISEMENT
મૉડ્યુલર કિચનમાં કૅબિનેટ્સ બહારથી આકર્ષક અને કિચન-ઑર્ગેનાઇઝ દેખાય છે, પણ જ્યારે જે સામાન જોઈએ ત્યારે એ ન મળે એટલું મૅસ હોય છે. આવી કૅબિનેટ્સમાં અંદર-બહાર થઈ શકે એવા પુલઆઉટ શેલ્ફ, નાની બાસ્કેટ્સ અથવા સહેલાઈથી રોટેટ કે અંદર-બહાર થઈ શકે એવા લેઝી સુઝન તરીકે ઓળખાતા કૅબિનેટ કૉર્નર્સ વધુ ઉપયોગી બને છે. આનાથી કિચનની તમામ નાની-મોટી ચીજો ઑર્ગેનાઇઝ રહેશે અને સહેલાઈથી મળી જશે. પૅન, ઢાંકણ અને ચમચા જોઈએ ત્યારે સહેલાઈથી મળી રહે એ માટે ડ્રૉઅર્સમાં કસ્ટમાઇઝેબલ ડિવાઇડર્સ મદદરૂપ બનશે. એ ઉપરાંત મસાલા રાખવા માટે સ્પાઇસ ટ્રે તમારા કિચનની બ્યુટી વધારવાનું કામ કરશે.
ફ્રિજને ઑર્ગેનાઇઝ રાખતાં ઍરટાઇટ કન્ટેનર્સ
કૅબિનેટ્સની સાથે ફ્રિજની અંદર પણ ચીજો ઑર્ગેનાઇઝ રહેવી બહુ જરૂરી છે. એ માટે પારદર્શક ઍરટાઇટ કન્ટેનર્સ પૅન્ટ્રી અને ફ્રિજને એકસરખાં અને સુંદર દેખાડે છે. લેબલ્સ અને સ્ટિકર્સ વસ્તુને ઓળખવામાં સરળ બનાવે છે. કિચનની સાથે એમાંથી જનરેટ થતા કચરાને પણ ઑર્ગેનાઇઝ કરવો જરૂરી છે. ડ્યુઅલ કમ્પાર્ટમેન્ટ ડસ્ટબિન ભીના-સૂકા કચરાને અલગ રાખે છે ત્યારે સિન્કની નીચેની જગ્યામાં એક ટ્રેમાં ક્લીનિંગ માટેની ચીજો સારી રીતે ગોઠવાઈ જાય છે.
કૅબિનેટ્સની અંદર પુલ-આઉટ ડ્રૉઅર્સ
ઑર્ગેનાઇઝેશન સાથે જ કિચનને આકર્ષક બનાવતી આઇટમ્સનું સ્થાન ખાસ છે. બ્રશ્ડ ગોલ્ડ કે મૅટ બ્લૅક હાર્ડવેર, વુવન બાસ્કેટ્સ, મૅચિંગ ટેક્સટાઇલ્સ અને વૉર્મ LED લાઇટિંગ કિચનની સુંદરતામાં વધારો કરે છે. ફોલ્ડિંગ સ્ટૂલ, ચાર્જિંગ ડૉક અથવા મીલ-પ્લાન બોર્ડ જેવી સ્માર્ટ વસ્તુઓ કિચનને ટેક્નૉલૉજી-ફ્રેન્ડ્લી અને પ્રૅક્ટિકલ બનાવે છે. કિચનનું આયોજન એક પ્રકારની કળા છે જેમાં સગવડ અને સૌંદર્ય બન્નેનો સમન્વય થવો જોઈએ. યોગ્ય ઑર્ગેનાઇઝર્સ, કન્ટેનર્સ અને લાઇટિંગથી આપણે કિચનને એવી જગ્યા બનાવી શકીએ જ્યાં રસોઈ એક ફરજ નહીં પણ આનંદ લાગે એટલું જ નહીં, વ્યવસ્થિત કિચન આખા ઘરની ઊર્જાને સકારાત્મક બનાવે છે.

