Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > પ્રોફેશનલ લાઇફમાં આગળ વધવું હોય તો લોકોને સમજવું જરૂરી

પ્રોફેશનલ લાઇફમાં આગળ વધવું હોય તો લોકોને સમજવું જરૂરી

Published : 24 February, 2026 11:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુવાવસ્થામાં એવું લાગે કે જો આપણી પાસે નૉલેજ હશે તો આપણે જંગ જીતી જઈશું, પણ વધતી ઉંમર સાથે એ સમજાયું કે માત્ર સાચા હોવું પૂરતું નથી

ભારત, અમેરિકા અને યુરોપિયન શૅરમાર્કેટમાં ત્રણ દાયકાનો અનુભવ ધરાવતા પ્રશાંત મોદી દેશના અગ્રણી વેલ્થ-હાઉસમાં ગ્રુપ ગ્લોબલ કમ્પ્લાયન્સ હેડ તરીકે કાર્યરત છે અને સાથે તેઓ  પૅશનેટ રનર છે. સાઉથ આફ્રિકાની કપરી કૉમરેડ્સ અલ્ટ્રા મૅરથૉન સતત ૬ વખત પૂર્ણ કરી ચૂક્યા છે.

What’s On My Mind?

ભારત, અમેરિકા અને યુરોપિયન શૅરમાર્કેટમાં ત્રણ દાયકાનો અનુભવ ધરાવતા પ્રશાંત મોદી દેશના અગ્રણી વેલ્થ-હાઉસમાં ગ્રુપ ગ્લોબલ કમ્પ્લાયન્સ હેડ તરીકે કાર્યરત છે અને સાથે તેઓ પૅશનેટ રનર છે. સાઉથ આફ્રિકાની કપરી કૉમરેડ્સ અલ્ટ્રા મૅરથૉન સતત ૬ વખત પૂર્ણ કરી ચૂક્યા છે.


૫૪ વર્ષની ઉંમરે અને શૅરબજારમાં સાડાત્રણ દાયકા ગાળ્યા પછી મને એક વાત સમજાઈ છે કે જીવનના કીમતી પાઠ કાયદાના ચોપડામાં નથી હોતા, જેમની સાથે આપણે કામ કરીએ છીએ તેમની પાસેથી મળે છે. મેં મારી કરીઅર ત્યારે શરૂ કરી હતી જ્યારે માર્કેટ ડેવલપિંગ સ્ટેજ પર હતું. હું મોટા હોદ્દા પર છું અને સમય સાથે થતા ઘણા ચેન્જિસ જોયા છે. સેબીના કડક નિયમો આવ્યા, પ્રોફેશનલ રોકાણકારો વધ્યા અને રોકાણની પદ્ધતિઓ કૉમ્પ્લેક્સ બની. ટેક્નિકલ પડકાર તો રોજ આવે છે, પણ અસલી પડકાર લોકોને સમજવાનો છે.

યુવાવસ્થામાં એવું લાગે કે જો આપણી પાસે નૉલેજ હશે તો આપણે જંગ જીતી જઈશું, પણ વધતી ઉંમર સાથે એ સમજાયું કે માત્ર સાચા હોવું પૂરતું નથી. તમે તમારી વાત કેટલી અસરકારક રીતે રજૂ કરો છો, સામેવાળાને કેવી રીતે કન્વિન્સ કરો છો અને રૂમમાં બેઠેલા અલગ-અલગ સ્વભાવના લોકો સાથે કેવી રીતે તાલમેલ બેસાડો છો એ મહત્ત્વનું છે.



અહીં ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ (IQ) કરતાં ઇમોશનલ ક્વોશન્ટ (EQ) એટલે કે લાગણીશીલ સમજદારી વધુ પાવરફુલ સાબિત થાય છે. પ્રોફેશનલ લાઇફમાં આવેશમાં આવ્યા વગર પોતાની વાત સ્પષ્ટ રાખવાની આવડત કેળવવી જોઈએ. બોલતાં પહેલાં સામેની વ્યક્તિનો મૂડ પારખી લેવો. ક્યારે મક્કમ રહેવું અને ક્યારે વાતને એવી રીતે ફેરવીને કહેવી કે બન્નેનું કામ થઈ જાય એ જ મૅચ્યોરિટી છે. મારા અનુભવે લીડરશિપના ત્રણ પાઠ શીખવ્યા છે. આપણને કઈ વાત પર જલદી ગુસ્સો આવે છે કે કઈ વાત આપણને અકળાવે છે એ જાણવું જરૂરી છે. જો તમે તમારી નબળાઈ જાણતા હો તો એ તમારા નિર્ણય પર હાવી નથી થતી. જો કોઈ સાથી-કર્મચારી કામમાં અડચણ ઊભી કરતો હોય તો બની શકે કે તે કોઈ દબાણમાં હોય કે ડરેલો હોય. તેની સાથે લડવાને બદલે તેનું કારણ સમજશો તો કામ થઈ જશે. જે લીડર પ્રેશર વચ્ચે પણ પોતાનું મગજ શાંત રાખી શકે એ દુનિયા જીતી શકે.


કરીઅરમાં એક લેવલ પછી તમારી ઑથોરિટી હોદ્દાથી નહીં પણ તમારા પ્રત્યેના લોકોના વિશ્વાસથી આવે છે. અસલી કમાણી એ છે કે તમે કેટલા અને કેવા સંબંધ સાચવ્યા છે અને તમારી રેપ્યુટેશન કેટલી ચોખ્ખી રાખી છે. કામ શીખવામાં જેટલી મહેનત કરો છો એટલી જ મહેનત લોકોને સમજવામાં કરશો તો એ વિઝડમમાં ફેરવાશે છે અને આ જ સૌથી મોટી મૂડી છે.


Whatsapp-channel Whatsapp-channel

24 February, 2026 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK