Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આમિરનાં ત્રીજાં લગ્ન, ગૌરીનાં બીજાં

આમિરનાં ત્રીજાં લગ્ન, ગૌરીનાં બીજાં

Published : 06 July, 2026 12:15 PM | Modified : 06 July, 2026 12:37 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬૧ વર્ષનો આમિર ખાન અને ૪૭ વર્ષની ગૌરી સ્પ્રૅટ બની ગયાં પતિ-પત્ની: આમિરનાં અગાઉનાં બન્ને લગ્નોનાં ત્રણ સંતાન અને ગૌરીના અગાઉના લગ્નથી થયેલો દીકરો ઉપસ્થિત રહ્યાં

આમિર અને ગૌરીએ ગઈ કાલે મૅરેજ-રજિસ્ટરમાં સહી કરી ત્યારે ગૌરીનો પુત્ર ક્વિન (આમિર અને ગૌરીની વચ્ચે) તથા આમિર-કિરણ રાવનો દીકરો આઝાદ રાવ ખાન (ડાબે) સાથે હતા.

આમિર અને ગૌરીએ ગઈ કાલે મૅરેજ-રજિસ્ટરમાં સહી કરી ત્યારે ગૌરીનો પુત્ર ક્વિન (આમિર અને ગૌરીની વચ્ચે) તથા આમિર-કિરણ રાવનો દીકરો આઝાદ રાવ ખાન (ડાબે) સાથે હતા.


૬૧ વર્ષનો આમિર ખાન અને તેની ૪૭ વર્ષની પાર્ટનર ગૌરી સ્પ્રૅટ રવિવારે સત્તાવાર રીતે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયાં છે. છેલ્લાં બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહેલા આ યુગલે આમિરના બાંદરા સ્થિત તેમના ઘરે અત્યંત સાદગીપૂર્ણ અને અંગત સમારંભમાં પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. આ રજિસ્ટર્ડ મૅરેજમાં માત્ર બન્નેના પરિવારો, અગાઉનાં લગ્નથી થયેલાં તેમનાં બાળકો અને કેટલાક નજીકના અંગત મિત્રો જ હાજર રહ્યા હતા.

આ કૌટુંબિક સમારોહમાં સૌથી ખાસ ક્ષણ એ હતી કે બન્નેનાં અગાઉનાં લગ્નોથી થયેલાં ચારેય બાળકો આ પ્રસંગે હાજર રહ્યાં હતાં. આમિરનાં પ્રથમ લગ્નથી થયેલાં સંતાનો જુનૈદ અને આઇરા, બીજી પત્ની કિરણ રાવથી થયેલો પુત્ર આઝાદ રાવ ખાન તેમ જ ગૌરીનો ૭ વર્ષનો પુત્ર પણ આ ખુશીના પ્રસંગના સાક્ષી બન્યાં હતાં. આ ઉપરાંત આમિરનાં ૯૧ વર્ષનાં મમ્મી ઝીનત હુસૈન પણ આ પ્રસંગમાં હાજર રહ્યાં હતાં.




લગ્ન થઈ ગયા પછી ગૌરીનો હાથ ચૂમતા આમિરને જોતો ગૌરીનો પુત્ર ક્વિન. પાછળ આમિર અને રીના દત્તાનાં સંતાનો જુનૈદ-આઇરા પણ ખુશખુશાલ દેખાતાં હતાં.


મૅરેજ રજિસ્ટરમાં સહી કર્યા પછી ગૌરી.

લગ્ન પછી એકમેકને ભેટતાં અને ડાન્સ કરતાં આમિર અને ગૌરી.

૨૫ વર્ષ જૂની ઓળખાણ અને પ્રેમની શરૂઆત

આમિર અને ગૌરીના સંબંધોની શરૂઆત વર્ષ ૨૦૨૪માં થઈ હતી. જોકે બન્નેની પહેલી મુલાકાત લગભગ ૨૫ વર્ષ પહેલાં થઈ હતી, પરંતુ બૅન્ગલોરમાં આમિરનાં પિતરાઈ બહેન નુઝહત ખાન દ્વારા તેઓ ફરી સંપર્કમાં આવ્યાં હતાં. લગભગ એક વર્ષ સુધી લૉન્ગ-ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહ્યા બાદ માર્ચ ૨૦૨૫માં આમિર ખાને પોતાની ૬૦મી વર્ષગાંઠે ગૌરીને મીડિયા સમક્ષ પોતાની ‘પાર્ટનર’ તરીકે રજૂ કરી હતી. ત્યારે આમિરે ‘લગાન’ ફિલ્મના પાત્રનો ઉલ્લેખ કરતાં રમૂજમાં કહ્યું હતું કે ભુવનને તેની ગૌરી મળી ગઈ છે.

કોણ છે ગૌરી સ્પ્રૅટ?

ગૌરી અગાઉ એક હેરકૅર બ્રૅન્ડ સાથે સંકળાયેલી હતી. તે પોતાનાં અગાઉનાં લગ્નથી થયેલા પુત્ર સાથે બૅન્ગલોરથી મુંબઈ શિફ્ટ થઈ છે અને હાલમાં આમિર ખાન પ્રોડક્શન્સમાં મદદ કરી રહી છે. આમિરે અગાઉ એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તેનો ત્રીજી વખત લગ્ન કરવાનો કોઈ જ વિચાર નહોતો, પરંતુ ગૌરી સાથે તે ખૂબ જ ‘સ્થિર (સેટલ્ડ)’ અનુભવે છે.

16-16 વર્ષનાં બન્ને લગ્ન

આમિરે ૧૯૮૬માં રીના દત્તા સાથે પ્રથમ લગ્ન કર્યાં હતાં, જેનાથી તેમને જુનૈદ અને આઇરા નામનાં બે સંતાનો છે. ૨૦૦૨માં છૂટાછેડા બાદ આમિરે ૨૦૦૪માં ફિલ્મમેકર કિરણ રાવને ડેટ કરવાનું શરૂ કર્યું અને ૨૦૦૫માં તેની સાથે લગ્ન કર્યાં હતાં. ૨૦૧૧માં તેઓ સરોગસી દ્વારા પુત્ર આઝાદના પેરન્ટ્સ બન્યાં હતાં. ૨૦૨૧માં કિરણ રાવ સાથે છૂટાછેડા થયા હતા.

કઈ-કઈ સેલિબ્રિટીઝે હાજરી આપી?

પ્રસૂન જોશી પત્ની સાથે

રાજ ઠાકરે 

ઈરફાન પઠાન

મુકેશ અંબાણી

રાજકુમાર હિરાણી

આશુતોષ ગોવારીકર અને ફોટોગ્રાફર અવિનાશ ગોવારીકર તેમની પત્નીઓ સાથે.

રિયા ચક્રવર્તી

Whatsapp-channel Whatsapp-channel

06 July, 2026 12:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK