Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શ્રેયસ ઐયર પહેલી ચાર T20 મૅચમાં જીતનો સ્વાદ ન ચાખી શકનાર પહેલો ભારતીય કૅપ્ટન

શ્રેયસ ઐયર પહેલી ચાર T20 મૅચમાં જીતનો સ્વાદ ન ચાખી શકનાર પહેલો ભારતીય કૅપ્ટન

Published : 06 July, 2026 12:38 PM | IST | Manchester
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લી ૧૦ T20 મૅચમાં માત્ર એક જીત અપાવી શક્યો છે

મૅન્ચેસ્ટરની મૅચ દરમ્યાન શ્રેયસ ઐયરને હાથમાં બૉલ વાગ્યો હતો

મૅન્ચેસ્ટરની મૅચ દરમ્યાન શ્રેયસ ઐયરને હાથમાં બૉલ વાગ્યો હતો


શનિવારે મૅન્ચેસ્ટરમાં યજમાન અંગ્રેજ ટીમના રેકૉર્ડ ચેઝને કારણે ભારતીય ટીમને શ્રેયસ ઐયરની આગેવાનીમાં ૪ મૅચમાં ત્રીજી હારનો સામનો કરવો પડ્યો હતો. આયરલૅન્ડ સામેની બે મૅચની હાર બાદ ઇંગ્લૅન્ડ સામેની પહેલી T20 મૅચ નો-રિઝલ્ટ રહી હતી. ૨૦૨૧ બાદ પહેલી વખત ભારતને સતત ત્રણ T20 મૅચમાં હાર મળી છે.

૧૨ ક્રિકેટર્સ ભારત માટે ૩ પ્લસ મૅચોમાં કૅપ્ટન્સી કરી ચૂક્યા છે પણ કોઈ પણ શ્રેયસ ઐયરની જેમ પહેલી ચાર મૅચમાં જીતનો સ્વાદ ચાખ્યા વગર રહ્યા નહોતા. ફુલ મેમ્બર ટીમોમાંથી શ્રેયસ ઐયર આવો આઠમો કૅપ્ટન બન્યો છે. છેલ્લે ૨૦૨૪માં મોહમ્મદ રિઝવાન પોતાની કૅપ્ટન્સીની પહેલી ચાર મૅચમાં વિજય મેળવી શક્યો નહોતો.



IPL 2026માં પંજાબ કિંગ્સ અને હવે ભારત માટે કૅપ્ટન્સી કરતા સમયે શ્રેયસ ઐયર ૧૦માંથી ૯ મૅચ હાર્યો છે. છેલ્લી ૧૦ મૅચમાં શ્રેયસ ઐયરે લખનઉ સુપર જાયન્ટ્સ સામે સદી ફટકારીને કૅપ્ટન તરીકે એકમાત્ર મૅચ જીતી હતી. 


એક ઓવરમાં ભારત તરફથી સૌથી વધુ રન આપનાર T20 સ્પિનર બન્યો રવિ બિશ્નોઈ

રાજસ્થાનનો સ્પિનર રવિ બિશ્નોઈ ભારતની મૅન્ચેસ્ટર T20 હાર માટે સૌથી વધુ ટ્રોલ થઈ રહ્યો હતો. તેણે ૪ ઓવરમાં ૩ નો-બૉલ સહિત બે વાઇટ-બૉલની મદદથી ૬૦ રન આપી દીધા હતા અને એક પણ વિકેટ લીધી નહોતી. પચીસ વર્ષના રવિ બિશ્નોઈ સામે અંગ્રેજ ટીમના યંગ બૅટરે ૧૭મી ઓવરમાં ૨૯ રન ઝૂડીને મૅચની દિશા બદલી દીધી હતી. ભારત તરફથી એક T20 મૅચની ઓવરમાં સૌથી વધુ ૨૯ રન આપનાર સ્પિનર હવે રવિ બિશ્નોઈ બન્યો છે. અગાઉ પેસ બોલર્સ શિવમ દુબેએ ૨૦૨૦માં ૩૪ રન અને સ્ટુઅર્ટ બિન્નીએ ૨૦૧૬માં ૩૨ રન આપી દીધા હતા. 


વૈભવ અને અભિષેકના પપ્પાએ સાથે મળીને જોઈ હતી મૅન્ચેસ્ટર T20 મૅચ

મૅન્ચેસ્ટરમાં વૈભવ સૂર્યવંશી ભારત માટે પહેલી મૅચ રમવા ઊતર્યો હતો, જ્યારે અભિષેક શર્મા ભારત માટે ૫૦મી T20 મૅચ રમી રહ્યો હતો. ભારતની આ નવી ઓપનિંગ જોડીએ ઇંગ્લૅન્ડ સામે પાંચ ઓવરમાં ૫૦ રનની ભાગીદારી કરી હતી. વૈભવ સૂર્યવંશીના પપ્પા સંજીવ સૂર્યવંશી અને અભિષેકના પપ્પા રાજીવ શર્મા સાથે બેસીને મૅન્ચેસ્ટર T20 મૅચનો આનંદ માણતા જોવા મળ્યા હતા. બન્નેએ વૈભવ સૂર્યવંશીને ડેબ્યુ કરતાં જોઈ તેના શ્રેષ્ઠ કરીઅરની આશા વ્યક્ત કરી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

06 July, 2026 12:38 PM IST | Manchester | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK