કાર્તિક આર્યને બેસ્ટ ઍક્ટર તરીકે પોતાના પહેલા ફિલ્મફેર અવૉર્ડની ખુશી વ્યક્ત કરી
કાર્તિક આર્યન
કાર્તિક આર્યને ૭૦મા ફિલ્મફેર અવૉર્ડમાં તેની ફિલ્મ ‘ચંદુ ચૅમ્પિયન’ માટે બેસ્ટ ઍક્ટર તરીકેનો પોતાનો પહેલો ફિલ્મફેર અવૉર્ડ જીત્યો છે. તેણે સોશ્યલ મીડિયા પર પોતાની આ જીતની ખુશી વ્યક્ત કરી છે. કાર્તિકે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં અવૉર્ડ સાથેની અનેક તસવીરો શૅર કરીને જણાવ્યું છે કે ‘ચૅમ્પિયન ગિરતા હૈ પર રુકતા નહીં. કેટલીક ક્ષણો સપનાં જેવી લાગે છે અને આ એમાંથી એક હતી. મારો પ્રથમ ફિલ્મફેર બેસ્ટ ઍક્ટર ‘ચંદુ ચૅમ્પિયન માટે’. એ દિવસોથી જ્યારે હું માત્ર ટીવી પર બ્લૅક લેડીને જોતો હતો ત્યારથી હાથમાં તેને પકડીને રાખવા સુધી—આ એક કેટલાક ડ્રીમર્સ માટે છે જે હાર માનતા નથી. આ વાર્તા જીવવા માટે મારા માટે જે વ્યક્તિએ એને જીવંત કરી એવા કબીર ખાન સરનો હૃદયપૂર્વક આભાર. તમારું ફિલ્મમેકિંગ સત્ય ભાવના અને શક્તિથી ભરપૂર છે. તમે મને માત્ર ડિરેક્ટ નથી કર્યો પણ મને ટ્રાન્સફૉર્મ કર્યો છે. તમારા વિઝન હેઠળ કામ કરવું મારી કરીઅરની સૌથી પ્રસન્ન ક્ષણ હતી. સાજિદ નાડિયાદવાલા સર અને વર્ધા નાડિયાદવાલા... ચંદુ ચૅમ્પિયનના સ્તંભો. તમારો વિશ્વાસ, શક્તિ અને અતૂટ સમર્થને આ ફિલ્મને બનાવી. આટલા વિશ્વાસ અને પ્રેમથી એની પાસે ઊભા રહેવા માટે આભાર. અસલ હીરો મુરલી પેટકરજી છે જેમની અદ્ભુત યાત્રાએ અમને બધાને પ્રેરિત કર્યા. આ સન્માન જેટલું ફિલ્મનું છે એટલું તમારું પણ છે.’

