આ ઘટના ભારતના પ્રથમ દાવની 29મી ઓવરમાં બની હતી. જ્યારે જયડેન સીલ્સ બૉલિંગ કરી રહ્યો હતો, ત્યારે યશસ્વી જયસ્વાલે શૉટ માર્યો અને બૉલ જયડેનના હાથમાં ગયો. આ પછી, જયડેને ગુસ્સામાં તે જ બૉલ યશસ્વી જયસ્વાલ તરફ ફેંક્યો હતી.
વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બૉલર જયડેન સીલ્સે ગુસ્સામાં યશસ્વી જયસ્વાલ પર બૉલ ફેંક્યો
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટૅસ્ટ મૅચ ચાલી રહી છે. આજે મૅચનો ચોથો દિવસ છે અને ભારત જીતની નજીક હોય એવું લાગી રહ્યું છે. ભારત બે મૅચની આ ટૅસ્ટ સિરીઝમાં પહેલાથી જ 1-0થી આગળ છે. આ દરમિયાન, જ્યારે ભારત સામે બીજી ટૅસ્ટ મૅચ ચાલી રહી છે, ત્યારે ICC એ વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બૉલર જયડેન સીલ્સ સામે મોટી કાર્યવાહી કરી છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટૅસ્ટ મૅચ દરમિયાન એક વિવાદાસ્પદ ઘટનાએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બૉલર જયડેન સીલ્સે ગુસ્સામાં યશસ્વી જયસ્વાલ પર બૉલ ફેંક્યો હતો. જેને સામે હવે ICC એ સીલ્સને લેવલ 1 આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો દોષી ઠેરવ્યો અને તેની મૅચ ફીના 25 ટકા દંડ ફટકાર્યો. તેણે તેના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ પણ આપ્યો છે.
ખરેખર શું મામલો છે?
ADVERTISEMENT
આ ઘટના ભારતના પ્રથમ દાવની 29મી ઓવરમાં બની હતી. જ્યારે જયડેન સીલ્સ બૉલિંગ કરી રહ્યો હતો, ત્યારે યશસ્વી જયસ્વાલે શૉટ માર્યો અને બૉલ જયડેનના હાથમાં ગયો. આ પછી, જયડેને ગુસ્સામાં તે જ બૉલ યશસ્વી જયસ્વાલ તરફ ફેંક્યો હતી. યશસ્વી જયસ્વાલે મેદાન પર જયડેનની કાર્યવાહી પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. જોકે, હવે ICC એ જયડેન સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે.
અહીં જુઓ વીડિયો
- 214* vs ENGLAND.
— AJAY (@SamsonSupremacy) October 11, 2025
- 209 vs ENGLAND.
- 175 vs WEST INDIES.
- 171 vs WEST INDIES.
- 161 vs AUSTRALIA.
_ 175 vs WI
THIS IS 23-YEAR-OLD YASHASVI JAISWAL. ?
The OG All formate player pic.twitter.com/KwcaYPWPRS
ICC એ આ નિર્ણય લીધો
ICC રિપોર્ટ અનુસાર, સીલ્સે ICC આચાર સંહિતાની કલમ 2.9નું ઉલ્લંઘન કર્યું છે. આ નિયમ જણાવે છે કે બૉલ અથવા અન્ય કોઈપણ સાધન ખેલાડી પર અથવા તેની નજીક અન્યાયી અથવા ખતરનાક રીતે ફેંકવું ગેરકાયદેસર છે. સીલ્સે પોતાનો બચાવ કરતા કહ્યું કે તે ફક્ત બેટ્સમેનને રન આઉટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ અનેક ખૂણાઓથી વિડિઓની સમીક્ષા કર્યા પછી, મૅચ રેફરીએ તારણ કાઢ્યું કે બૅટર ક્રીઝની અંદર હતો અને થ્રો રમતની ભાવનામાં નહોતો. તેથી, તેને "બિનજરૂરી થ્રો" માનવામાં આવ્યો.
ICC નું સત્તાવાર નિવેદન
West Indies pacer found guilty of breaching the ICC Code of Conduct during the second #INDvWI Test.https://t.co/0FZ42VYRSx
— ICC (@ICC) October 12, 2025
ICC એ સીલ્સને આચારસંહિતાના લેવલ 1 ભંગ બદલ દોષિત ઠેરવ્યા અને તેમની મૅચ ફીના 25 ટકા દંડ ફટકાર્યો. તેમને એક ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો. આ દંડ સાથે, સીલ્સ પાસે હવે કુલ બે ડિમેરિટ પોઈન્ટ છે. જો કોઈ ખેલાડી 24 મહિનાના સમયગાળામાં ચાર કે તેથી વધુ ડિમેરિટ પોઈન્ટ એકઠા કરે છે, તો તેમના પર પ્રતિબંધ લાગી શકે છે. ICC એ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.

