° °

આજનું ઇ-પેપર
Sunday, 16 January, 2022


ફિલ્મોમાં આવવાનો મહિલાઓ માટે સારો સમય છે : માધુરી દીક્ષિત નેને

29 November, 2021 01:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાના સમાપન સમારોહમાં માધુરીએ હાજરી આપી હતી

ફિલ્મ જગતમાં જે પરિવર્તન આવ્યું છે એ વિશે માધુરીએ વાત કરી હતી

ફિલ્મ જગતમાં જે પરિવર્તન આવ્યું છે એ વિશે માધુરીએ વાત કરી હતી

માધુરી દીક્ષિત નેનેનું કહેવું છે કે મહિલાઓ ફિલ્મોમાં આવે એનો હાલ સારો તબક્કો છે. ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાના સમાપન સમારોહમાં માધુરીએ હાજરી આપી હતી. એ દરમ્યાન ફિલ્મ જગતમાં આપેલા યોગદાન બદલ તેને સન્માનિત કરવામાં આવી હતી. ફિલ્મ જગતમાં જે પરિવર્તન આવ્યું છે એ વિશે માધુરીએ કહ્યું હતું કે ‘ઘણાંબધાં પરિવર્તન આવ્યાં છે, પરંતુ જે મોટું પરિવર્તન આવ્યું છે એ એ છે કે જ્યારે હું શરૂઆતમાં શૂટિંગ પર જતી તો મહિલાઓ સેટ પર કાં તો ઍક્ટર્સ હતી કાં તો હેરડ્રેસર રહેતી હતી. આજે હું જ્યારે સેટ પર જાઉં છું તો મહિલાઓ દરેક ડિપાર્ટમેન્ટમાં જોવા મ‍ળે છે. તે અસિસ્ટન્ટ ડિરેક્ટર્સ, ડિરેક્ટર્સ, કૅમેરા વુમન અથવા તો રાઇટર્સ છે. એ જોઈને સારું લાગે છે કે ચાલો આપણે પ્રગતિ કરી રહ્યા છીએ. ફિલ્મો પણ મહિલાઓ માટે સારી બની રહી છે. મને લાગે છે કે ફિલ્મોમાં આવવા માટે મહિલાઓ માટે આ સારો સમય છે. આ જ સૌથી મોટું પરિવર્તન આવ્યું છે.’

29 November, 2021 01:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

રોહિત શેટ્ટી `મિશન ફ્રન્ટલાઈન` સાથે OTT ડેબ્યૂ કરવા તૈયાર

શેટ્ટી ‘મિશન ફ્રન્ટલાઈન’ શોમાં જોવા મળશે, જે સરહદો પર તહેનાત સશસ્ત્ર દળોના જીવનમાં ડોકિયું કરે છે. આ શોમાં અગાઉ રાણા દગ્ગુબત્તી અને સારા અલી ખાન જોવા મળી ચૂક્યા છે.

16 January, 2022 02:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સલમાન ખાનની ‘બિયૉન્ડ ધ સ્ટાર’માં કોણ-કોણ દેખાશે?

આ ડૉક્યુમેન્ટરીમાં સલમાન સાથે જોડાયેલી અનેક બાબતો ઉપરાંત તેના બાળપણની કેટલાંક કદી ન જોયાં હોય એવાં વિઝ્‍યુઅલ્સ અને ફોટો પણ દેખાડવામાં આવશે

16 January, 2022 02:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

વિચારોમાં મગ્ન

આલિયા સોશ્યલ મીડિયામાં ખૂબ ઍક્ટિવ રહે છે

16 January, 2022 02:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK