Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૪ સપ્ટેમ્બરે 3 ઇડિયટ્સ થશે રીરિલીઝ

૪ સપ્ટેમ્બરે 3 ઇડિયટ્સ થશે રીરિલીઝ

Published : 22 July, 2026 11:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આમિર ખાનની સુપરહિટ ફિલ્મ ‘3 ઇડિયટ્સ’ ૪ સપ્ટેમ્બરે ફરી એક વાર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ જ દિવસે ‘મિર્ઝાપુર : ધ મૂવી’ પણ રિલીઝ થશે, જ્યારે એક અઠવાડિયા બાદ અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની ‘હૈવાન’ પણ થિયેટરોમાં આવશે.

3 ઇડિયટ્સ પોસ્ટર

3 ઇડિયટ્સ પોસ્ટર


આમિર ખાને પોતાની કરીઅરમાં એકથી એક સુપરહિટ ફિલ્મો આપી છે. તેની ૨૦૦૯માં રિલીઝ થયેલી ‘3 ઇડિયટ્સ’એ બૉક્સ-ઑફિસ પર ધમાકેદાર કમાણી કરી હતી. હવે આ
ફિલ્મ ફરી એક વાર મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ ૪ સપ્ટેમ્બરે ફરીથી થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે. જે દિવસે ‘3 ઇડિયટ્સ’ ફરીથી સિનેમાઘરોમાં આવશે એ જ દિવસે રવિ કિશન, પંકજ ત્રિપાઠી અને અલી ફઝલની ‘મિર્ઝાપુર : ધ મૂવી’ પણ રિલીઝ થશે. આવી સ્થિતિમાં ‘3 ઇડિયટ્સ’ માટે દર્શકોને થિયેટરો સુધી ખેંચી લાવવાનું સરળ નહીં રહે. એટલું જ નહીં, આ રિલીઝના એક અઠવાડિયા બાદ અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની ફિલ્મ ‘હૈવાન’ પણ રિલીઝ થવાની છે.


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2026 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK