Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારા દીકરાની એક દિન બિલકુલ સૈયારા જેવી નથી

મારા દીકરાની એક દિન બિલકુલ સૈયારા જેવી નથી

Published : 13 March, 2026 03:05 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આમિર ખાને સ્પષ્ટતા કરી કે જુનૈદ ફિલ્મ સાઇન કરતાં પહેલાં મારી સલાહ નથી લેતો, હાલમાં આમિર ખાનના દીકરા જુનૈદ ખાન અને સાઈ પલ્લવીની આગામી ફિલ્મ ‘એક દિન’નું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું.

મારા દીકરાની એક દિન બિલકુલ સૈયારા જેવી નથી

મારા દીકરાની એક દિન બિલકુલ સૈયારા જેવી નથી


હાલમાં આમિર ખાનના દીકરા જુનૈદ ખાન અને સાઈ પલ્લવીની આગામી ફિલ્મ ‘એક દિન’નું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ વિશે એવી ચર્ચા છે કે એની વાર્તા સુપરહિટ ફિલ્મ ‘સૈયારા’ જેવી જ છે. જોકે હાલમાં આમિરે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે મારા દીકરા જુનૈદની ‘એક દિન’ બિલકુલ ‘સૈયારા’ જેવી નથી તેમ જ જુનૈદ ફિલ્મ સાઇન કરતાં પહેલાં મારી સલાહ લેતો નથી.

આમિરે દીકરા સાથેના પોતાના સંબંધ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘જુનૈદ ખૂબ જ મજબૂત ઇરાદાવાળો છે. ઘરમાં હું મારાં બાળકો માટે પિતા કરતાં વધુ મિત્ર છું. જુનૈદ મને ઘણા મામલામાં મારા જેવો જ લાગે છે. તેને સિનેમા, સ્ક્રિપ્ટ અને એડિટિંગની સારી સમજ છે અને તે ખૂબ જ મજબૂત ઇચ્છાશક્તિ ધરાવે છે. મેં જુનૈદને માત્ર ૪ વર્ષની ઉંમરે ચેસ રમતાં શીખવાડ્યું હતું. તેણે મને પહેલી વાર ૧૮ વર્ષની ઉંમરે હરાવ્યો હતો. હવે હું ગમે એટલા પ્રયાસો કરું તો પણ તેને ચેસમાં હરાવી શકતો નથી. એક બીજી રસપ્રદ વાત એ છે કે જુનૈદ જે પણ પ્રોજેક્ટ લે છે એ પહેલાં તે મારી સલાહ લેતો નથી. તે પોતાના નિર્ણયો જાતે લે છે અને મને એ ખૂબ ગમે છે.’


Whatsapp-channel Whatsapp-channel

13 March, 2026 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK