Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દિલ્હીના ડૉક્ટરોએ ઇન્ટરનેટની મદદથી ૧૨,૦૦૦ કિલોમીટર દૂર ઍન્ટાર્કટિકામાં અલ્ટ્રાસાઉન્ડ સ્કૅન કર્યું

દિલ્હીના ડૉક્ટરોએ ઇન્ટરનેટની મદદથી ૧૨,૦૦૦ કિલોમીટર દૂર ઍન્ટાર્કટિકામાં અલ્ટ્રાસાઉન્ડ સ્કૅન કર્યું

Published : 21 February, 2026 02:01 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ખાસ પ્રકારનું સ્કૅન હતું જે ટ્રૉમાને કારણે શરીરની અંદર થયેલા ઘાના નિદાન માટે થાય છે

પ્રતીકાત્મક તસવીર

અજબગજબ

પ્રતીકાત્મક તસવીર


થોડા દિવસ પહેલાં દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ના ડૉક્ટરોએ દિલ્હીમાં બેઠાં-બેઠાં ૧૨,૦૦૦ કિલોમીટર દૂર ઍન્ટાર્કટિકાના દરદી પર સ્કૅનિંગ કર્યું હતું. એમાં અલ્ટ્રા હાઈ-સ્પીડ ઇન્ટરનેટ અને રોબોટિક ટેક્નિકનો ઉપયોગ થયો હતો. દિલ્હીના ડૉક્ટરોએ ઍન્ટાર્કટિકામાં મૈત્રી સ્ટેશન પર એક બેઠેલી એક વ્યક્તિનું અલ્ટ્રાસાઉન્ડ સ્કૅન કર્યું હતું. આ ખાસ પ્રકારનું સ્કૅન હતું જે ટ્રૉમાને કારણે શરીરની અંદર થયેલા ઘાના નિદાન માટે થાય છે. એમાં ઇન્ટરનેટના સહારે રોબોટિક હૅન્ડ અને રિયલ ટાઇમમાં પૂરી તપાસ કરવામાં આવી હતી. દિલ્હીમાં ડૉક્ટરોએ કન્ટ્રોલ્ડ ડિવાઇસથી રોબોટિક હૅન્ડ ઑપરેટ કર્યો હતો અને હજારો કિલોમીટર દૂર એ હાથે દિલ્હીના ડૉક્ટરોના ઇશારે કામ કર્યું હતું. એમાં લાગેલી સ્ક્રીન હાઈ-સ્પીડ ઇન્ટરનેટથી ઑપરેટ થઈ રહી હતી જે રિયલ ટાઇમમાં દરદીના શરીરની હાલત સ્ક્રીન પર દેખાડતી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

21 February, 2026 02:01 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK