Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આમિર ખાને ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટને ગિફ્ટ આપી દુર્લભ જેમ સ્ટોનમાંથી બનેલી બે રિંગ્સ

આમિર ખાને ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટને ગિફ્ટ આપી દુર્લભ જેમ સ્ટોનમાંથી બનેલી બે રિંગ્સ

Published : 25 March, 2026 10:23 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક રિંગને બનાવવા માટે લાગ્યા ૩૬૩ કલાક અને બીજી માટે લાગ્યા ૮૧૨ કલાક

આમિર ખાને ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટે એક ઇવેન્ટમાં સજોડે હાજરી આપી હતી ત્યારે ગૌરીના હાથમાં ખાસ રિંગ જોવા મળી હતી

આમિર ખાને ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટે એક ઇવેન્ટમાં સજોડે હાજરી આપી હતી ત્યારે ગૌરીના હાથમાં ખાસ રિંગ જોવા મળી હતી


હાલમાં આમિર ખાન અને ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટે એક ઇવેન્ટમાં સજોડે હાજરી આપી હતી ત્યારે ગૌરીના હાથમાં ખાસ રિંગ જોવા મળી હતી જેના કારણે ચર્ચા ચાલી હતી કે આમિર અને ગૌરીએ સગાઈ કરી લીધી છે. જોકે રિપોર્ટ પ્રમાણે આ ચર્ચા અફવા જ છે અને આમિરે કોઈ સગાઈ નથી કરી તેમ જ ત્રીજાં લગ્ન કરવાનું તેનું કોઈ આયોજન પણ નથી.

હકીકતમાં આમિરે ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટ માટે ખાસ દુર્લભ જેમ સ્ટોનમાંથી બનાવેલી બે રિંગ્સ તૈયાર કરાવી છે. આ રિંગ્સ ખૂબ જ કીમતી અને સિલેક્ટેડ પથ્થર વડે બનાવવામાં આવી છે જેને તૈયાર કરવામાં કલાકારોને ઘણા કલાક લાગ્યા હતા.



એક રિંગમાં બ્રાઝિલમાંથી લાવવામાં આવેલા ચમકદાર બ્લુ ઍક્વા મરીન સ્ટોનની આસપાસ હીરાની સુંદર ડિઝાઇન બનાવવામાં આવી છે. બીજી રિંગમાં માડાગાસ્કરનો ઉચ્ચ ગુણવત્તાવાળો રુબી લગાવવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ઍક્વા મરીનવાળી રિંગ બનાવવા માટે લગભગ ૩૬૩ કલાક લાગ્યા અને ૧૩૧ કારીગરોએ મળીને એને તૈયાર કરી હતી. આ રિંગમાં લગભગ ૪૦ હીરા લગાડવામાં આવ્યા છે. બીજી તરફ રુબીવાળી રિંગ બનાવવા માટે લગભગ ૮૧૨ કલાક લાગ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2026 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK