Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મહારાજાની હિન્દી રીમેકના રાઇટ્સ ખરીદ્યા આમિર ખાને : ફિલ્મમાં લીડ રોલ ભજવશે?

મહારાજાની હિન્દી રીમેકના રાઇટ્સ ખરીદ્યા આમિર ખાને : ફિલ્મમાં લીડ રોલ ભજવશે?

Published : 27 July, 2024 09:47 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મમાં આમિર લીડ રોલ ભજવશે એવી પણ ચર્ચા છે

આમિર ખાન

આમિર ખાન


વિજય સેતુપતિની તામિલ ફિલ્મ ‘મહારાજા’ની હિન્દી રીમેકના રાઇટ્સ આમિર ખાને ખરીદી લીધા હોવાના સમાચાર છે. ‘મહારાજા’ લોકોની સાથે ક્રિટિક્સને પણ ગમી હતી. આ ફિલ્મમાં આમિર લીડ રોલ ભજવશે એવી પણ ચર્ચા છે. હજી સુધી તેના તરફથી એ વિશે કોઈ ચોક્કસ જાહેરાત નથી કરવામાં આવી. ૧૪ જૂને રિલીઝ થયેલી ફિલ્મ ‘મહારાજા’એ રિલીઝનાં ત્રણ અઠવાડિયાંમાં સો કરોડનો બિઝનેસ કરી લીધો હતો. આ ફિલ્મને પ્રોડ્યુસ કરવાની સાથે એમાં આમિર પિતાનો રોલ કદાચ ભજવી શકે છે. એવું કહેવાય છે કે આ ફિલ્મમાં આમિર પોતાનો અંદાજ અને અનોખી સ્ટોરી પણ લાવી શકે છે. હાલમાં આમિર તેની ‘સિતારે ઝમીં પર’ ફિલ્મમાં બિઝી છે. આ ફિલ્મ બાદ જ તે ‘મહારાજા’ની હિન્દી રીમેક પર ધ્યાન આપી શકશે.


વિજય સેતુપતિની મહારાજાની સ્ટોરી પર ફિદા થઈ કૅટરિના



વિજય સેતુપતિની તામિલ ફિલ્મ ‘મહારાજા’ સાઉથમાં ખૂબ હિટ થઈ છે. એવામાં કૅટરિના કૈફને પણ આ ફિલ્મ ખૂબ પસંદ પડી છે. વિજય સેતુપતિની આ પચાસમી ફિલ્મ છે. એમાં અનુરાગ કશ્યપ પણ જોવા મળે છે. વિજય સેતુપતિ અને કૅટરિના બન્નેએ આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં સાથે કામ કર્યું હતું. ‘મહારાજા’ જોયા બાદ ઇન્સ્ટાસ્ટોરી પર કૅટરિનાએ લખ્યું કે ‘આ અદ્ભુત ફિલ્મ છે, ગજબની એની સ્ટોરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2024 09:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK