આમિરે આ મુદ્દે ખુલીને વાત કરી છે
આમિર ખાનની ફાઇલ તસવીર
આમિર ખાનના દીકરા જુનૈદ ખાન અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘એક દિન’ પહેલી મેએ રિલીઝ થઈ હતી, પરંતુ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ફ્લૉપ સાબિત થઈ હતી. આ ફિલ્મનું નિર્માણ આમિર ખાને કર્યું હતું અને તેણે જોરશોરથી ફિલ્મનું પ્રમોશન પણ કર્યું હતું. જોકે ફિલ્મ ન ચાલતાં આમિર ડિપ્રેશનનો ભોગ બન્યો હતો અને હવે આમિરે આ મુદ્દે ખુલીને વાત કરી છે.
પોતાની ફિલ્મોની નિષ્ફળતા વિશે વાત કરતાં આમિરે કહ્યું હતું કે ‘જ્યારે ફિલ્મ ફ્લૉપ થાય છે ત્યારે મારું દિલ તૂટી જાય છે. આખરે અમે ફિલ્મ દર્શકો માટે જ બનાવીએ છીએ. જ્યારે લોકો ટિકિટ ખરીદીને થિયેટર સુધી આવે અને તેમને ફિલ્મ પસંદ ન પડે તો તેનો અર્થ એ છે કે અમારા કામમાં કોઈ ખામી રહી ગઈ છે. દર્શકો જાણીને ખરાબ ફિલ્મ જોવા નથી જતા. જો તેઓ નિરાશ થાય છે તો એનો સીધો અર્થ છે કે તમે ક્યાંક ભૂલ કરી છે. જ્યારે ફિલ્મ નથી ચાલતી ત્યારે હું બે-ત્રણ મહિના સુધી ડિપ્રેશનમાં ચાલ્યો જાઉં છું. મારા માટે દરેક ફિલ્મ બાળક જેવી હોય છે. જ્યારે એ નથી ચાલતી અને લોકો એને નકારી દે છે ત્યારે બહુ દુઃખ થાય છે.’
